ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ભક્તિનગર પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલ આરોપીઓ વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જેલ હવાલે કરવામાં આવી રહ્યા છે ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ એમ સરવૈયા અને ટીમે આરોપી દિનેશ ઉર્ફે બચ્ચું ઉર્ફે મોટી ટિકિટ ગોહેલ અને હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કોકડી જાડેજાની અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવેલ છે. આરોપી દિનેશ ઉર્ફે બચ્ચું ઉર્ફે મોટી ટિકિટ ગોહેલ ઉ.39 વિરુધ્ધ અગાઉ મારામારી, હત્યા, જાનથી મારી નાખવાની ધમકી અને પ્રોહિબિશનના 27 ગુના નોંધાઈ ચુક્યા છે
- Advertisement -
જેને લાજપોર જેલ સુરત ખાતે પાસા હેઠળ ધકેલી દેવામાં આવેલ છે જયારે હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કોકડી જાડેજાની ઉ.31 વિરુદ્ધ મારામારી, જાનથી મારી નાખવા ધમકી અને પ્રોહિબિશનના 15 ગુના નોંધાઈ ચુક્યા છે જેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ ધકેલી દેવામાં આવેલ છે.