ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.24
મોરબી ના નહેરુ ગેઇટ ના ચોકની આગળ જી.ઈ.બી. ની ઓફિસ પાસે મહિલા સૌચાલય ની ઘણા સમય એટલે કે સને-2017 થી માંગણી હતી. જે દીવસ થી તે બનાવા માં આવેલ છે તે દિવસ થી તેની સફાઇ થયેલ નથી એ માંગ હવે મોરબી મહાનગરપાલીકામાં કમીશ્નર ની નિમણંક થતા પરિપુર્ણ થશે ? કે પછી આશ્વાસન જ મળશે? હવે મહાનગરપાલિકા માં કમીશ્નર ના જ હાથ માં સતા આવેલ છે તો શું હવે આ મહિલા ની વેદના સાંભળશે? કે સૌચાલયને સાફ સફાઇ કરાવશે કે પહેલા જેવી જ ગંદકી રહેશે ? કેમકે આજુ બાજુ ના ગામડાઓ તથા અન્ય વિસ્તાર માંથી ખરીદી કરવા આવતી બહેનો ને સૌચાલય માટે ઘણી હાલાકી નો સામનો કરવો પડે છે. તેટલા વિસ્તાર માં મહિલા સૌચાલય નથી જે શરમ જનક હોય અને મહિલાઓ ને આજુ બાજુ ના ખુલ્લા માં કે જેન્ટશ સૌચાલય માં જવુ પડે છે તો તે અંગે યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે ત્થા મહાનગર પાલિકા ની જગ્યા છે, સૌચાલય ને સાફ-સફાઇ કરાવી ચાલુ કરવા મહિલા માટે બને તેવી વ્યપારી ની તથા મહિલાઓ ની માંગણી છે તેવુ વ્યપારી લોકો કહે છે. તો આ અંગે કમીશ્નર મહિલા ની વેદના સમજી તાત્કાલિક સૌચાલય બનાવે તેવી મહિલા તથા ત્યાના વેપારી ની માંગ છે તો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા સામાજીક કાર્યકરો ની માંગ છે.
મહિલાઓ ની પણ પ્રબળ માંગણી છે જેથી આ અંગે ઘણી રજુઆતો કરવા છતાં આજદીન સુધી સૌચાલયમાં કોઈ જાતની સફાઇ કામગીરી થતી નથી જેની અનેક વાર રજુઆત કરેલ છે અને ખંઢેર હાલતમાં મહિલા સૌચાલય પડેલ છે તો આ અરજી ઘ્યાને લઇ તાત્કાલિક મહિલા સૌચાલય સાફ સફાઈ કરવા અમારી સામાજીક કાર્યકરોની અરજ છે. એક તરફ ગુજરાત સરકાર પાંચ વર્ષ પુર્ણ થતાં ભુપેન્દ્ર સરકાર ઉજવણી કરી મહિલા સશકિતકરણ ના કાર્યક્રમો આપી રહી છે. અને મહિલા નું સન્માન કરે છે પરંતુ શહેરના મઘ્યમાંજ (નહેરૂ ગેઇટના ચોક પાસે) મહિલાઓ માટે સૌચાલય બનાવેલ છે છતાં સાફ સફાઇ ન થવાથી મહીલાઓને હાલાકીનો સામનો કરવો પડે છે. તો શું આ સન્માન ખરેખર એળે જાય છે. તો તાત્કાલિક શૌચાલય સાફ સફાઇ કરાવવા અમો સામાજીક કાર્યકરોની નમ્ર અરજ છે. તે માટે સામાજીક કાર્યકર રાજુભાઈ દવે તથા જગદીશભાઇ જી. બાંભણીયા, ગીરીશ કોટેચા, રાણેવાડીયા દેવેનભાઈ, વિગેરે તથા આમ જનતાની તથા ખાસ મહિલાઓની માંગ છે.
કમિશનર ખરે, મહિલાઓની વેદના ક્યારે સાંભળશો?
