ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પર ચરખડી પાટિયા અને વીરપુરની વચ્ચે બાઇક સ્લીપ થયું હતું જેમાં બાઇકમાં સવાર પતિ-પત્ની નીચે પટકાતા ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત દરમિયાન બાઈક સ્લીપ થતા પતિ પત્ની બને ને ગંભીર ઇજાઓ પહોંચી હતી, આ અકસ્માત સર્જાયો ત્યારે અનેક રાહદારીઓ, વાહન ચાલકો ત્યાં ઉભા હતા અને 108 એમ્બ્યુલન્સની રાહ જોતા હતા તે દરમિયાન રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઇ એસ.વી.ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજા, વિરભદ્રસિંહ ઝાલા,દ્રાઈવર ધમભા પરમાર, રાહુલ રાઘવાણી સહિતના પેટ્રોલીંગ માટે નેશનલ હાઇવે પર પસાર થઈ રહ્યા હતા ત્યારે આ દંપતીનું બાઇક સ્લીપની ઘટના ધ્યાનમાં આવતા જીલ્લા ટ્રાફિક પોલીસે પોતાની કર્મનિષ્ઠ ફરજ અદા કરી સરાહનીય કામગીરી કરી તાત્કાલિક દંપતીને પોલીસ બોલેરો વેનમાં બેસાડી વીરપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.



