વૃક્ષારોપણ ઝુંબેશ અંતર્ગત જુદા જુદા સ્થળોએ કુલ 3,47,900 વૃક્ષોનું વાવેતર કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, બાગ બગીચા અને ઝુ સમિતિના ચેરમેન સોનલબેન સેલારા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, ભારત દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 5મી જુન 2024 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે બુધ્ધ જયંતિ પાર્ક, નવી દિલ્હી ખાતે પ્રતિકરૂપે પીપળાના વૃક્ષનું વાવેતર કરી એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરાવવામાં આવેલ. ભારત સરકારશ્રી દ્વારા આ અભિયાન અંતર્ગત એક દિવસ ખાસ ઝુંબેશ સ્વરૂપે મહતમ વૃક્ષારોપણ કરવા જણાવવામાં આવેલ છે. એક પેડ માં કે નામ અભિયાન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહતમ સ્થળે ખાસ ઝુંબેશ સ્વરૂપે ધનિષ્ઠ વૃક્ષારોપણ કરવાનું આયોજન કરેલ છે. આ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ તા.17/09/2024ને મંગળવારના રોજ સમય સવારે 09:00 કલાકે સ્કાય ઇન્ફિનિટી પ્રોજેકટ સાઈટની બાજુનો ગાર્ડન હેતુ માટેનો પ્લોટ, સ્માર્ટ સીટી વિસ્તાર, અટલ સરોવરની બાજુમાં, રૈયા, રાજકોટ વિધાનસભા-70ના ધારાસભ્ય માન. શ્રી રમેશભાઈ ટીલાળાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડિયા ઉપસ્થિત રહેશે. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનો મુખ્ય કાર્યક્રમ સ્માર્ટ સીટી વિસ્તાર ખાતે કરવામાં આવશે જેનો શુભારંભ ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા અને મેયર નયનાબેન પેઢડિયા સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવશે અને નીચેના કોષ્ટક મુજબ વોર્ડ વાઇઝ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વોર્ડના કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, વોર્ડ એન્જીનીયરો, વોર્ડ ઓફિસરો, ગાર્ડન સુપરવાઈઝરના માર્ગદર્શન હેઠળ ગાર્ડન શાખાના કર્મચારીઓ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા શુભારંભ કરવામાં આવશે ત્યારેબાદ ગાર્ડન શાખા દ્વારા ઘનિષ્ટ વૃક્ષારોપણ કરવામાં આવશે.
સ્માર્ટ સીટી વિસ્તારમાં ધનિષ્ઠ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મહાનુભાવો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, બાગ બગીચા અને ઝુ સમિતિના ચેરમેન સોનલબેન સેલારા અને રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહેશે.રાજકોટ મહાનગરપાલિકા દ્વ ારા શહેરમાં છેલ્લા 6(છ) માસ દરમ્યાન જુદા જુદા સ્થળોએ કુલ 6,00,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ વૃક્ષારોપણ ઝુંબેશ અંતર્ગત જુદા જુદા સ્થળોએ કુલ 3,47,900 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, બાગ બગીચા અને ઝુ સમિતિના ચેરમેન સોનલબેન સેલારા દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ અને શહેરીજનોને જોડાવા આહવાન કરવામાં આવે છે.