ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લાની પાંચ વિધાનસભામાં 12.72 લાખ જેટલા મતદારોને કાપલીનું વિતરણ શરૂ થઇ ગયું છે. આ વખતે કાપલીમાં મતદારના ફોટાના બદલે બારકોડ હોવાથી તેમજ ઘર નંબર ન હોવાથી અમુક બીએલઓને કાપલી વિતરણમાં મુશ્કેલી થતી હોવાની ફરિયાદ ઉઠી છે.
વિધાનસભા ચૂંટણે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અગાઉ મતદારોને માહિતી સ્લીપ રાજકીય પક્ષો દ્વારા વિતરણ કરવામાં આવતી હતી. પરંતુ હવે ચૂંટણી તંત્ર દ્વારા જ તમામ મતદારોને મતદાર માહિતી કાપલી વિતરણ કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં આવેલી પાંચેય વિધાનસભા બેઠકો પર નોંધાયેલા કુલ 12,72,307 મતદારોને 1347 બીએલઓ દ્વારા મતદાર માહિતી કાપલી વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે.
- Advertisement -
આ વખતે મતદાર માહિતી કાપલીમાં મતદારના ફોટાના બદલે બારકોડ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત કાપલીમાં ઘર નંબર ન હોવાથી અમુક બીએલઓને મતદારના ઘર સુધી પહોંચવામાં મુશ્કેલી થઇ રહી હોવાની ફરિયાદ ઉઠી છે. આગામી દિવસોમાં મતદાન માહિતી સ્લીપ વિતરણનું કામ પૂર્ણ થઇ જશે તેવો દાવો કરાઇ રહ્યો છે.