રાજકોટ – રાજકોટ જિલ્લામાં તા.૨ સપ્ટેમ્બરથી ધોરણ-૬થી ૮માં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે. ધોરણ ૬થી ૮માં ફીઝીકલ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યુ છે ત્યારે રાજ્ય સરકાર ની માર્ગદર્શિકા અનુસાર કોવીડ પ્રોટોકોલનું પાલન થાય તે માટે શિક્ષકો અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી રહી છે.
માસ્ક પહેરવા સહિતની જનજાગૃતિ સાથે સરકારી શાળાઓના શિક્ષકો દ્વારા ઓનલાઇન શૈક્ષણિક કાર્ય પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં ૭૨૬ ધોરણ છથી આઠની ઉચ્ચ પ્રાથમિક શાળા જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્ર અંતર્ગત આવેલી છે.૪૭૬૦ જેટલા શિક્ષકો દ્વારા શૈક્ષણિક કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્ર ની કચેરી દ્વારા જણાવાયું છે.
- Advertisement -
રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.સરાડવાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં શૈક્ષણિક કાર્ય દરમિયાન કોરોના અંગે જરૂરી સાવચેતી રાખવામાં આવે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.