GCASપોર્ટલ પર રજિસ્ટ્રેશનનો પ્રારંભ-પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
- Advertisement -
જુનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.દ્વારા યુનિ.અનુસ્નાતક ભવનોમાં ચલાવાતા અભ્યાસક્રમોમાં એમ.એસસી. કેમેસ્ટ્રી (ઓર્ગેનિક, ઈન ઓર્ગેનિક,ફીજીકલ, એનેલીટીકલ) એમ.એસસી ફોરેન્સીક સાયન્સમાં ફોરેન્સીક કેમેસ્ટ્રી એન્ડ ટેક્નોલોજી, એમ.એસસી લાઈફ સાયન્સમાં બોટની, માઈક્રો બાયોલોજી, ઝુઓલોજી, એન્વાયરમેન્ટ સાયન્સ, એમ.કોમ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં એકાઉન્ટન્સી, કોમર્સ, બેંકીંગ,માસ્ટર ઓફ આર્ટસમાં સોશ્યોલોજી, ઈતિહાસ, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત જેવા અનુસ્નાતક કક્ષાનાં અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયાનો GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે.
યુનિ.નાં વિદ્યાભવનો દ્વારા વાઈલ્ડ લાઈફ સાયન્સ, ક્ધઝર્વેશન જીનેટીક્સ, જીઓગ્રાફીક્સ ઈન્ફોર્મેશન સીસ્ટમ, સ્પોકન સંસ્કૃત, ડ્રામા એન્ડ ડાન્સ, ઈંગ્લીશ લેંગ્વેઝ લર્નીંગ જેવા છ માસનાં સર્ટીફીકેટ કોર્ષ શરુ થયા છે. આ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન વાઈલ્ડ લાઈફ બાયોલોજી, પોસ્ટ ગ્રેજ્યુએશન ડીપ્લોમાં ઇન વાઈલ્ડ લાઈફ હેલ્થ નાં એક વર્ષિય અભ્યાસક્રમ તદઉપરાંત જૂનાગઢ જિલ્લો જ્યારે પ્રવાસન ક્ષેત્રે આગવુ સ્થાન મેળવી ચુક્યો છે. ઈતિહાસ ભવન દ્વારા સર્ટીફીકેટ કોર્ષ ઇન ટુરીઝમ મેનેજમેન્ટનો છ માસની અવધી વાળો કોર્ષ પણ શરૂ થયેલ હોય ઉક્ત અભ્યાસક્રમોમાં હવે પ્રવેશ પ્રક્રિયા GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશનથી થઇ રહી હોય વિદ્યાર્થીઓમાં જીવનઘડત્તરનાં આયામો સર કરવા મનપસંદ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા હોડ લાગી છે. માત્ર ગણતરીનાં દિવસો જ GCAS પોર્ટલ પર પ્રવેશ રજીસ્ટ્રેશન પ્રકિયા થનાર હોય પ્રવેશોત્સુક છાત્રોએ વિનાવિલંબ વિના રજીસ્ટ્રેશન કરાવી લેવા યુનિ.નાં કુલપતિ ચેતન ત્રિવેદીએ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો છે.