બનાસકાંઠાના મેમેદપુરા ગામે બાળકોનું CMએ નામાંકન કરાવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 17માં શાળા પ્રવેશોત્સવ નો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠા ના વડગામ તાલુકાના મેમેદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવીને કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાઓ સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત કરી હતી ને બાળકોની વચ્ચે બેસી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીએ મેમદપુરા પ્રાથમિક શાળામાં એસ. એમ .સી. ના સભ્યો અને શાળાના શિક્ષકો, આચાર્ય સાથે બેઠકમાં ગામની શાળામાં સુવિધાઓ અને અન્ય વિકાસ કામોની બાબતો અંગે ચર્ચા કરી માર્ગ દર્શન આપ્યું હતું. રાજ્યમંત્રી કીર્તિ સિંહ પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.