ખ્યાતનામ કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવના નિધન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી લઈને અનેક રાજનેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.
ખ્યાતનામ કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 41 દિવસથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતા. 58 વર્ષની વયે રાજુ શ્રીવાસ્તવે બુધવારે લગભગ 10.15 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી દેશમાં શોકની લહેર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી લઈને અનેક રાજનેતાઓએ રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
- Advertisement -
અમિત શાહે વ્યક્ત કર્યો શોક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો અને ટ્વીટ કરીને કહ્યું કે, ‘સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીની એક અનોખી શૈલી હતી, તેમણે પોતાની અદભૂત પ્રતિભાથી બધાને પ્રભાવિત કર્યા. તેમનું નિધન કલા જગત માટે એક મોટી ખોટ છે. હું તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ॐ શાંતિ શાંતિ.’
सुप्रसिद्ध हास्य कलाकार राजू श्रीवास्तव जी का एक विशिष्ट अंदाज था, उन्होंने अपनी अद्भुत प्रतिभा से सभी को प्रभावित किया। उनका निधन कला जगत के लिए एक बड़ी क्षति है। मैं उनके परिजनों व प्रशंसकों के प्रति संवेदना व्यक्त करता हूँ। ईश्वर उन्हें यह दुःख सहने की शक्ति दें। ॐ शांति शांति
- Advertisement -
— Amit Shah (@AmitShah) September 21, 2022
રાજુ શ્રીવાસ્તવજીના નિધનથી હું ખૂબ જ દુઃખી છુંઃ રાજનાથસિંહ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કરતા કહ્યું કે, ‘સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવજીના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. તેઓ એક કુશળ કલાકાર હોવા ઉપરાંત જીંદાદિલ માણસ પણ હતા. તેઓ સામાજિક ક્ષેત્રમાં પણ ખૂબ સક્રિય રહેતા હતા. તેમના શોકગ્રસ્ત પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ॐ શાંતિ!.’
सुप्रसिद्ध हास्य कलाकार, राजू श्रीवास्तव जी के निधन से मुझे गहरा दुःख हुआ है। वे एक मंझे हुए कलाकार होने के साथ-साथ एक बेहद ज़िंदादिल इंसान भी थे। सामाजिक क्षेत्र में भी वे काफ़ी सक्रिय रहते थे। उनके शोकाकुल परिवार एवं प्रशंसकों के प्रति मैं अपनी संवेदना व्यक्त करता हूँ।ॐ शान्ति!
— Rajnath Singh (@rajnathsingh) September 21, 2022
CM યોગીએ વ્યક્ત કર્યું દુઃખ
રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘રાજુ શ્રીવાસ્તવ હવે આપણી વચ્ચે નથી રહ્યા. હું યુપીના લોકો વતી પ્રાર્થના કરું છું કે તેમની આત્માને શાંતિ મળે. હું તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.’
मशहूर हास्य कलाकार राजू श्रीवास्तव जी का निधन बेहद दुखद। ईश्वर दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान दें। इस दुख की घड़ी में उनके परिजनों एवं सभी प्रशंसकों के प्रति मेरी संवेदनाएँ। pic.twitter.com/l7cPK1bCAS
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 21, 2022
અરવિંદ કેજરીવાલે અર્પણ કરી શ્રદ્ધાંજલિ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીનું નિધન ખૂબ જ દુઃખદ છે. ભગવાન દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે. આ દુ:ખની ઘડીમાં તેમના પરિવારજનો અને તમામ પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના.’
प्रसिद्ध हास्य अभिनेता श्री राजू श्रीवास्तव जी के निधन का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ।
ईश्वर पुण्यात्मा को अपने श्रीचरणों में स्थान एवं शोकाकुल परिजनों को यह असीम कष्ट सहन करने की शक्ति प्रदान करें। pic.twitter.com/3wQxmOxIBU
— Pushkar Singh Dhami (@pushkardhami) September 21, 2022
સીએમ ધામીએ વ્યક્ત કર્યો શોક
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ લાંબા સમયથી બીમાર અને કોમામાં રહેલા જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો. મુખ્યમંત્રી ધામીએ પોતાના શોક સંદેશમાં રાજુ શ્રીવાસ્તવના નિધનને અપૂરણીય ખોટ ગણાવી.
कॉमेडी प्रेमियों के 'गजोधर' श्री राजू श्रीवास्तव जी के निधन का समाचार दुखद है।
उन्होंने हास्य विधा का एक नया स्वरूप देश के सामने प्रस्तुत किया।
उनका जाना कला की एक बड़ी क्षति है।
ईश्वर उनकी आत्मा को शांति एवं उनके परिवार तथा चाहने वालों को हिम्मत दे।
— Bhupesh Baghel (@bhupeshbaghel) September 21, 2022
છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પણ દુઃખ વ્યક્ત કર્યું
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ કહ્યું કે, કોમેડી પ્રેમીઓના ‘ગજોધર’ રાજુ શ્રીવાસ્તવના નિધનના સમાચાર દુઃખદ છે. તેમણે હાસ્ય વિદ્યાનું એક નવુ સ્વરૂપ દેશની સામે રજૂ કર્યું. તેમનું નિધન કલા જગતની એક મોટી ખોટ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને હિંમત આપે.
કોણ હતા રાજુ શ્રીવાસ્તવ?
રાજુ શ્રીવાસ્તવ વિશે તમને જણાવી દઈએ કે, તેમણે ઘણા લોકપ્રિય શૉમાં કામ કર્યું છે. તેઓ દેશના લોકપ્રિય કોમેડિયન છે. તેમણે ધ ગ્રેડ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ, બિગ બોસ, શક્તિમાન, કોમેડી સર્કસ, ધ કપિલ શર્મા શૉમાં લોકોને હસાવ્યા હતા. આ સિવાય તેમણે મૈંને પ્યાર કિયા, તેઝાબ, બાઝીગર જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ તેઓ ઈન્ડિયન લાફ્ટર ચેમ્પિયનમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે પણ જોવા મળ્યા હતા.