હાસ્ય જગતમાં ઘેરા શોકની લાગણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
ગુજરાતી હાસ્યજગતને એક મોટો ફટકો લાગ્યો છે. જામનગરના વતની અને ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ ખેતસીભાઈ ઉર્ફે વસંત પરેશ બંધુનું 18 ડિસેમ્બર, 2024 ના રોજ અવસાન થયું છે. તેઓ 70 વર્ષના હતા. તેમના નિધનથી ગુજરાતી હાસ્યજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વસંત પરેશે પોતાના હાસ્ય દ્વારા લાખો લોકોના ચહેરા પર હાસ્ય ખીલવ્યું હતું. તેમની કોમેડી ટાઈમિંગ અને અભિનયની શૈલી લોકોને ખૂબ પસંદ આવતી હતી.
વસંત પરેશે અનેક અલગ અલગ ગુજરાતી ટેલિવિઝન કાર્યક્રમોમા કામ કરીને પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી. તેમના હાસ્યના કારણે લોકો તેમને ખૂબ જ પસંદ કરતા હતા. વસંત પરેશના અવસાનથી ગુજરાતી હાસ્યજગતને એક મોટો ફટકો લાગ્યો છે. વસંત પરેશનું અંતિમ સંસ્કાર જામનગરમાં તેમના નિવાસસ્થાન,203, લક્ષ્મી એપાર્ટમેન્ટ, મંગલબાગ શેરી નંબર-1, જામનગરથી આજે બપોરે 4.30 વાગ્યે નીકળશે. વસંત પરેશના અવસાનથી તેમના પરિવારજનો અને હાસ્યપ્રેમીઓમાં શોકની લાગણી વ્યાપી છે. વસંત પરેશનું અવસાન ગુજરાતી હાસ્યજગત માટે એક મોટો ફટકો છે. તેમની ખોટ ક્યારેય પૂરી નહીં થાય.
જગદીશ ત્રિવેદીએ વસંત પરેશના અવસાનના સમાચાર મુક્તિ પોસ્તમાં લખ્યું હતું કે, ’હાસ્યકલાકાર વસંત પરેશ બંધુ હવે આપણી વચ્ચે નથી. મારા કલાગુરૂ શાહબુદીન રાઠોડ પણ મને ગુજરાતી હાસ્યરસિક શ્રોતાઓ વચ્ચે જાણીતો કરનાર વસંત પરેશ બંધુ હતા. 1995માં મારી જ્યારે ગુજરાતી હાસ્યક્ષેત્રમાં એન્ટ્રી થઈ ત્યારે વસંત પરેશ ’બંધુનો સુરજ મધ્યાહ્ને તપતો હતો. મુંબઈ દર અઠવાડિયે એમનાં કાર્યક્રમો થતાં હતા. એ વખતે એ મને એમના જુનિયર કલાકાર તરીકે સાથે લઈ જતા. એક કાર્યક્રમનાં મને 1500 રુપિયા મળતાં એ પણ એ જમાનામાં ઘણાં લાગતા હતા.’ આ ઉપરાંત વધુમાં લખ્યું હતું કે, ‘વસંત પરેશની નાખણી એટલે કે કોઈપણ વાતને લડાવીને રજું કરાવાની શૈલી કોઈ નાટ્ય અભિનેતા કરતાં પણ વધું સારી હતી. શાયરી એ જાતે લખતા અને એમનાં બેઈઝવાળા અવાજથી એ રજું કરતા ત્યારે પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ જતાં.
મારી જીંદગીની પહેલી વિદેશયાત્રા મેં 1997માં કરી હતી. એ પણ સૌને જવાનું મન થાય એવા દેશ અમેરીકાની હતી. મને એ વિદેશયાત્રા કરાવનાર પણ વસંત પરેશ બંધુ હતા. વસંતભાઈ એવા ઉદારદીલ હતા કે ગમે તેટલાં કલાકારો જમવા બેઠાં હોય પણ કોઈની તાકાત નથી કે બિલ ચૂકવી શકે. બિલ હંમેશા વસંતભાઈ જ ચૂકવે – મારા જેવાં ઘણાં હાસ્યકલાકારોને વસંત પરેશ બંધુએ લિફ્ટ આપી છે. ભારતની મધરાતે અને કેનેડાની બપોરે મુસાભાઈ પાઈક અને ચીકાભાઈ ખરસાણી તરફથી વસંત પરેશના અવસાનનાં દુ:ખદ સમાચાર મળ્યા ત્યારે હદય એક ધબકાર ચૂકીને ઝડપથી ધકધક થવા લાગ્યું.’



