જાણીતા કોમેડિયન અને બોલિવુડ એકટર રાજૂ શ્રીવાસ્તવ હોશમાં આવ્યો છે, તેના અંગોમાં હલન ચલન જોવા મળે છે. હાલ તે વેન્ટીલેટર પર છે પણ તે ગમે ત્યારે હટી શકે છે.
જિમમાં હાર્ટ એટેક આવ્યા બાદ રાજૂ શ્રીવાસ્તવને દિલ્હી એમ્સમાં વેન્ટીલેટર પર રખાયો હતો અને છેલ્લા 15 દિવસથી બેભાન હાલતમાં હતો, પણ આજે તેના હાથ-પગમાં હલન ચલન જોવા મળ્યું હતું.
- Advertisement -
અલબત્ત, આ બાબતને હળવો સુધારો કહી શકાય પણ તે હજુ સંપૂર્ણપણે ભાનમાં નથી આવ્યો. રાજૂ શ્રીવાસ્તવના શરીરમાં હલન ચલન જોવા મળતા તેના પરિવાર અને લાખો ફેન્સને રાહત થઈ છે. જોકે તે હજુ વેન્ટીલેટર પર છે, હાલત સુધરી તો વેન્ટીલેટર હટાવવામાં આવશે.