મૂળી તાલુકાના સડલા ગામે ભ્રષ્ટાચારનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
- Advertisement -
રાજ્યમાં સરકારનું વિકાસના કામ ભ્રષ્ટાચાર વગર થતા નથી ત્યારે વિકાસમાં કામમાં ભ્રષ્ટાચાર હોય તેવું તો સંભાળવા મળ્યું હશે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના તો વિકાસ વગર જ ભ્રષ્ટાચાર થયો હોય તેવું ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા દ્વારા મૂળી તાલુકાના સડલા ગામે ભૂગર્ભ ગટર નિર્માણ થયા વગર જ બિલ પાસ થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આપ નેતા રાજુભાઈ કરપડા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રૂૂબરૂૂ રજૂઆત કરી જણાવ્યું હતું કે મૂળી તાલુકાના સડલા ગામે ભૂગર્ભ ગટરનું કામ થયું જ નથી અને આશરે પાંચ લાખ જેટલી રકમના ખોટા બોલી રજૂ કરી બિલ પાસ થઈ જતા રૂૂપિયા છું કરવામાં આવ્યા છે. જે તે એન્જસીને પણ કાગળો પર કામ કરી બધું જ કામ બરાબર થયું હોવાનું પ્રમાણપત્ર આપી દેવાયું છે જ્યારે ખરેખર ભૂગર્ભ ગટર બની જ નથી જે અંગેના દસ્તાવેજી પુરાવા સાથે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ પ્રકારનું ભ્રષ્ટાચાર કરનાર લાગતા વળગતા અધિકારીઓ પદાધિકારીઓ અને કર્મચારીઓ વિરુધ ફોજદારી ગુન્હો દાખલ કરી કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ કરવામાં આવી હતી આ તરફ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આપ નેતાની રજૂઆતને ધ્યાને લઈ સડલા ગામે ભૂગર્ભ ગટરનું કામ ખરેખર થયું છે કે કેમ ? તે અંગે તપાસ હાથ ધરી હતી.



