જર્જરિત ઈમારતની છતનો હિસ્સો પાર્ક કરેલી કાર પર પટકાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
રાજ્યમાં આ વર્ષે વરસાદની સીઝનમાં ઠેર ઠેર રોડ, ઓવર બ્રિજ અને ક્રોજવે પર ગાબડા પડવાના બનાવો બનવા પામ્યા હતા જેમાં મુખ્યમંત્રીના આદેશ બાદ તમામ ગાબડા બુરા માટે તંત્ર ધંધે લાગ્યું હતું. જોકે તંત્ર દ્વારા રોડ પરના ખાડાને લીધે અકસ્માત ન થાય અને રાહદારીઓ સુરક્ષિત રહે તેવી મોટીમોટી વાતો કરી હતી પરંતુ ધ્રાંગધ્રા ખાતે માર્ગ મકાન વિભાગનો સ્ટાફ પોતે જ સુરક્ષિત નહીં હોવાનું સામે આવ્યું છે જેમાં શનિવારે સાંજે ધ્રાંગધ્રા શહેરના સરકારી હોસ્પિટલ નજીક આવેલી માર્ગ મકાન પંચાયત વિભાગની જર્જરિત ઈમારતની છતનો કેટલોક હિસ્સો નીચે પટકાયો હતો. જોકે સદ નસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ નીચે પાર્ક કરેલી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ માર્ગ મકાન વિભાગની કચેરી નજીક સરકારી હોસ્પિટલ, શાકમાર્કેટ અને મંદિર પણ આવેલું છે સાથે જ આ રોડ સુરેન્દ્રનગર જવા તરફનો રસ્તો હોવાથી અહીં દરરોજ અને રાહદારીઓની અવર જવર રહે છે તેવા રોડ પર આ જર્જરિત ઇમારત મોટી દુર્ઘટના સર્જે તેવા સ્પષ્ટ એંધાણ પણ કરે પડે છે.