લેબમાં બનેલા કૃત્રિમ હીરાની વધતી લોકપ્રિયતા વચ્ચે…
આ રત્નોમાં વેલ્યુ, અસલિયત અને શાહી અંદાજનો અનુભવ થાય છે
- Advertisement -
અમીર ભારતીયો નેચરલ ડાયમંડ જવેલરીમાં રંગબેરંગી રત્નોને પસંદ કરી રહ્યા છે. આ ટ્રેન્ડ લેબૂમાં બનાવવામાં હીરાના કારણે ઝડપથી બદલી રહ્યો છે. મુંબઈના જયપુર જેમ્સના સીઈઓ સિદ્ધાર્થ સચેતી આ બાબત જણાવે છે. તેમનું કહેવું છે કે જે લોકો અસલી હીરાની શાન ઓ શૌકત ઈચ્છે છે. તેઓ હવે રંગબેરંગી પથ્થરો અને રોજ કટ હીરો તરફ આકર્ષિત થઈ રહ્યા છે. તેમાં તેમને વેલ્યુ, અસલિયતનો અનુભવ અને એક શાહી અંદાજ મળી રહ્યો છે આ બધુ લેબ ગ્રોન ડાયમંડસની વધતી લોકપ્રિયતાના કારણે થઈ રહ્યું છે.
મુંબઈમાં પાંચ દિવસ સુધી ચાલેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ જવેલરી શો (આઈઆઈજેએસ) સિગ્નેચરમાં જવેલરીનો આ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. કામાબ્યા જવેલર્સના માલિક મનોજ ઝાએ જણાવ્યુ હતું કે લોકોમાં હળવા વજનની જવેલરી, રંગબેરંગી રત્નો વાળા ઘરેણા અને અફઘાની જવેલરી તોમરાનીને લઈને ક્રેઝ છે.
શંકરમ જવેલર્સના રવિશંકર ખંડેલવાલનું માનવું છે કે ભારતીય બજાર ઝડપથી લેબમાં બનેલ હીરો તરફ જઈ રહ્યું છે, એટલે કુદરતી હીરોનો વેપાર હવે આમ આદમીને પણ એન્ટ્રી લેવલની ડાયમંડ જવેલરી પીસને પોતાની તરફ ખેંચે છે.
- Advertisement -
જીજેઈપીસીના અધ્યક્ષ વિપુલ શાહ કહે છે કે અમે લેબમાં બનેલા હીરાને તુલના તરીકે નહીં, પણ પુરક તરીકે જોઈએ છીએ. આશા છે કે 2030 સુધીમાં ભારતનો હીરા ઉદ્યોગ ડબલ થઈને 17 અબજ ડોલરનો થઈ જશે. હાલ ભારતમાં નેચરલ હીરાનું બજાર 8.7 અબજ ડોલરનું છે, જે 85 અબજ ડોલરના આભૂષણ ઉદ્યોગનો 10મો ભાગ છે. જયારે લેબમાં બનેલા હીરાનું બજાર લગભગ 2 અબજ ડોલરનું છે તે પણ મોટેભાગે એકસપોર્ટ થતું હોય છે.




