ખાસ-ખબર સંવાદદાતા
દિવાળીનાં પર્વમાં સોમનાથ મંદિર અને ટસ્ટ્રની જગ્યાઓમાં રંગોળી બનાવવામાં આવે છે. રંગોળીનાં કલર માટે લાકડાનાં વ્હેરનો ઉપયોગ કરવામાં આવે છે.
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે,સોમનાથમાં વેસ્ટમાંથી બેસ્ટ અભિનવ પ્રયોગથી રંગોળીઓ બનાવવામાં આવે છે જેમાં સોમનાથના દરિયા કિનારે બનતી બોટોના લાકડાના વ્હેરને કલરથી રંગી એ વ્હેરની જ રંગોળી બનાવવામાં આવે છે.આ માટે બોટનાં લાકડા વ્હેરતા બોટ માલિકોનો એક માસ પહેલા સંપર્ક સાધી તે લાકડાના વ્હેરને સોમનાથને આપવા વિનંતી કરાય છે અને જેવો વિના મૂલ્યે સોમનાથ ટ્રસ્ટના આ કામમાં સહયોગ આપે છે.આ વ્હેર સોમનાથ પહોંચી ગયો છે. તેને જુદા જુદા કલરો જેવા કે બ્લેક ગુલાબી, પિંક, લાલ, લીલો જેવા રંગબેરંગી રંગમાં પલાળી હાલ તેને સુકવાઇ રહ્યો છે.
- Advertisement -
ધનતેરસના બીજા દિવસથી ટ્રસ્ટ અતિથિગૃહોમાં, લીલાવતી ભવન, મહેશ્વરી અતિથિગૃહ, વીઆઈપી ગૃહ, સાગરદર્શન, ડોરર્મેટરીના ભવનમાં સંસ્થાના ગેસ્ટ હાઉસ, કેરટેકરો ,ગેસ્ટ હાઉસ, સુપરવાઈઝર સ્ટાફ આ બધા 14 બાય 14 ની વિશાળ રંગોળી ડિઝાઇન ચોકથી દોરી તે ડિઝાઇન ઉપર વ્હેરના રંગનો ભૂકો કલર તરીકે ગણી રંગોળી બને છે.
આ વ્હેર ઉડે નહીં તે માટે ખાસ તકેદારી લેવાય છે. જેથી ફેવિકોલ અને પાણી મિશ્રિત કરી બની ગયેલ રંગોળી ઉપર સ્પ્રેથી છાટવામાં આવે છે. ફેવિકોલ પાણીનો ભાગ સુકાયા બાદ તેની ચમક માટે રાંધણમાં વપરાયેલું વેસ્ટ તેલનો સ્પ્રે કરે છે તેથી વધુ ચમક આવે એટલું જ નહીં રંગોળીના અમુક અંશો ઉપર ગોલ્ડન સિલ્વર ઝરીનો છંટકાવ કરવામાં આવે છે. આ રંગોળી 10 દિવસ સુધી ટકી રહે છે અને એવી ને એવી ચમક જળવાઈ રહે છે. રંગોળી બનાવવા માટે આઠ કલાકનો સમય લાગે છે.



