અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ મહિલાઓ મજૂર હતી અને ઓટો રિક્ષામાં કામ કરીને ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન બની ઘટના
કર્ણાટકમાં શુક્રવારે મોડી સાંજે ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે ભયંકર અક્સ્માતમાં સાત મહિલાઓના મોત થતાં પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ આ અકસ્માતમાં 11 લોકો ઘાયલ થયા છે. વિગતો મુજબ ચિત્તાગુપ્પા તાલુકામાં અકસ્માઅકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ મહિલાઓ મજૂર હતી અને ઓટો રિક્ષામાં કામ કરીને ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન બની ઘટના તમાં જીવ ગુમાવનાર તમામ મહિલાઓ મજૂર હતી અને ઓટો રિક્ષામાં કામ કરીને ઘરે પરત ફરી રહી હતી. દરમિયાન બેમલાખેડા સરકારી શાળા પાસે એક ટ્રકે ઓટોને ટક્કર મારતાં તમામ મહિલાઓના મોત થયા હતા.
- Advertisement -
કર્ણાટકના બિદરમાં શુક્રવારે મોડી સાંજે બેમલાખેડા સરકારી શાળા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એકસાથે 7 મહિલાઓના મોત થતાં હડકંપ મચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મહિલાઓમાં પાર્વતી (40), પ્રભાવતી (36), ગુંડમ્મા (60), યદમ્મા (40), જગમ્મા (34), ઈશ્વરમ્મા (55) અને રુક્મિણી બાઈ (60)નો સમાવેશ થાય છે. આ સાથે ઇજાગ્રસ્તોમાં ટ્રક અને ઓટો રિક્ષાના ડ્રાઈવર સહિત 11 લોકોનો સમાવેશ થાય છે. જેમાંથી બેની હાલત નાજુક હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધ્યો છે.