2024માં NDPSના કેસોમાં ખાતું ખોલતું રાજકોટ શહેર SOG
બે દિવસ પહેલાં દક્ષરાજસિંહ જાડેજા સાથે મળી મુંબઈથી ડ્રગ્સ લઈ આવ્યાની કબુલાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વર્ષ 2024માં એનડીપીએસ અંગે પ્રથમ કેસ નોંધી એસઓજીએ મુહૂર્ત કર્યું છે એસઓજીની ટીમે ભવાનીનગરમાંથી 21.35 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે કોલેજીયન યુવાનને દબોચી લઈ રૂ.2.78 લાખનો મુદામાલ કબ્જે કરી દક્ષરાજસિંહ જાડેજા નામના કોલેજીયન યુવકનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી હતી.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ ભરત બસીયા દ્વારા શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તેમજ નાર્કોટીક્સ પદાર્થોનું વેંચાણ અટકાવવા ’જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ’ મિશન અંતર્ગત પેડલરો અને એડિકટ વિરુધ્ધ કાર્યવાહી કરવાની આપેલ સૂચના અન્વયે એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ માજીરાણા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઈ ધર્મેશ ખેર અને હેડ કોન્સ્ટેબલ ફિરોજ રાઠોડને બાતમી મળી હતી કે અંશુ ઉર્ફે અંશુ બાબુભાઈ ચૌહાણ નામનો શખ્સ એક નંબર પ્લેટ વગરના એક્સેસમાં એમડી ડ્રગ્સ સાથે પુષ્કર ધામ ભવાનીનગરના ખુણેથી નિકળવાનો છે આ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે ભવાનીનગરના ખુણે વોચ ગોઠવી હતી દરમિયાન ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટર તરફથી નીકળેલા શખ્સને અટકાવવાનો પ્રયાસ કરતાં તેણે એક્સેસ ભગાડી મૂક્યું હતું અને આગળ સ્લીપ થતાં તે રોડ પર પટકાયો હતો જેથી સ્ટાફે દોડી જઈ પકડી તેનું નામ પૂછતા મૂળ યુપીનો અને હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતો અંશુ ઉર્ફે અંશુ બાબુ ચૌહાણ ઉ.20 હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની પાસેથી મેફેડ્રોન 21.35 ગ્રામ રૂ.2.13 લાખનો મુદામાલ સાથે કુલ રૂ.2.78 લાખની મતા સાથે આરોપીની ધરપકડ કરી યુની. પોલીસને સોંપવામાં આવ્યો હતો પ્રાથમિક પૂછતાછમાં અંશુ કોલેજમાં અભ્યાસ કરે છે અને તેના પિતા ફર્નિચરનું કામ કરે છે. પોતે અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો દક્ષરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા સાથે મળી મુંબઈથી મેફેડ્રોન લઈ આવ્યાં હતાં અને રાજકોટમાં છૂટક પડીકી મારફતે વેંચાણ કરવાના હતાં પોલીસે દક્ષરાજસિંહ જાડેજાની શોધખોળ હાથ ધરી છે.



