કલેક્ટરની અધ્યક્ષતામાં આચાર્યોની મળેલી બેઠકમાં નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તાજેતરમાં જ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીની અધ્યક્ષતામાં રાજકોટની કોલેજોના આચાર્યોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં કોલેજોના વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવાનો નિર્ણય લેવાયો હતો. આચાર્યોની મળેલી બેઠકમાં રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ યુવા વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવાની યોજના અંગે કોલેજોના આચાર્યો અને સંચાલકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. કોલેજના સંચાલકો પાસેથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ મગાવવામાં આવી છે. એક નિયત નમૂનાનું ફોર્મ અપાયું છે જે ભરીને જેટલા વિદ્યાર્થી આ તાલીમમાં જોડાવવા તૈયાર થાય તેની વિગતો આપવાની છે. તબક્કાવાર આ તાલીમ આપવામાં આવશે.
કોલેજોના વિદ્યાર્થીઓને પણ હવે સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી સુસજ્જ કરવામાં આવનાર છે. આ અંગે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રભવ જોશી તથા અધિક કલેક્ટર આલોક ગૌતમની ઉપસ્થિતિમાં કોલેજોના આચાર્યો- સંચાલકોની બેઠક મળી હતી. કોલેજોના વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સેલ્ફ ડિફેન્સના ખાસ ટ્રેનરો-તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ (સ્વરક્ષણ)ની તાલીમ આપી સજ્જ કરાશે. ઉલ્લેખનીય છે કે, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરાયેલ હતું. દરમિયાન હવે કોલેજોના વિદ્યાર્થીઓને સ્વરક્ષણ માટે સેલ્ફ ડિફેન્સની ખાસ તાલીમ આપવાની યોજના ઘડી કાઢવામાં આવી છે.



