રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ
અશાંતધારાની મુદ્દત રીન્યુ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા-શહેરના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને બાકી પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના અપાઇ હતી.
આ બેઠકમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કેન્સરના દર્દીઓને અપાતી સહાય, બસ પોર્ટમાં પાણી ટપકવાની સમસ્યા, માધાપર ચોકડી સહિતના શહેરના પ્રવેશમાર્ગો પર વરસાદી પાણી ભરાવા અને વરસાદના કારણે પડેલા ખાડાની સમસ્યા સહિતના પ્રશ્નો રજુ કર્યા હતા. જેમાં આ પ્રશ્નો સામે થયેલી કામગીરી અને લેવાયેલા પગલાંની વિગતો રજૂ કરવામાં આવી હતી. બસ પોર્ટમાં પાણી ટપકવાનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. જ્યારે પ્રવેશમાર્ગો પરના ખાડા સત્વરે પૂરીને રોડ સમથળ કરવા સંબંધિત વિભાગને સૂચના ક્લેક્ટર દ્વારા આપવામાં આવી હતી.
ધારાસભ્યના પ્રશ્ન સંદર્ભે રાજકોટમાં અશાંતધારાની મુદ્દત રીન્યુ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો પરત્વે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવીને તેનો સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટરએ સૂચના આપી હતી. આ તકે જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે સર્વ અધિકારીશ્રીઓને પ્રો એક્ટિવ અભિગમ સાથે કામગીરી કરવા સુચના આપી હતી.



