કર્મચારીઓને નાયબ મામલતદારનું પ્રમોશન આપવા માટે કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના 30 કારકુન-તલાટીઓના સીઆર જીલ્લા કલેકટર તંત્ર દ્વારા રાજયના મહેસુલ વિભાગને રવાના કરવામાં આવેલ છે. જીલ્લા કલેકટર તંત્રમાં ફરજ બજાવતા આ કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
અહીં ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન મહેસુલ વિભાગ દ્વારા આપવામાં આવેલ હતા. જે બાદ હવે મહેસુલ વિભાગ દ્વારા કલેકટર તંત્ર પાસેથી કારકૂન અને તલાટીઓનું સીનીયોરીટી મુજબ મગાવાતા 30 જેટલા કારકૂન અને તલાટીઓના સીઆર કલેકટર તંત્ર દ્વારા રાજયના મહેસુલ વિભાગને મોકલી દેવામાં આવેલ છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, જીલ્લા કલેકટર હસ્તકની સરકારી કચેરીઓમાં છેલ્લા લાંબા સમયથી નાયબ મામલતદારોની અનેક જગ્યાઓ ખાલી પડી છે. આ દરમ્યાન હવે કારકૂન અને તલાટીઓને સીનીયોરીટીના ધોરણે નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવા માટે રાજય સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



