ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.27
પોરબંદરના રાજીવ નગર ખાતે આજે વિશિષ્ટ મુલાકાત યોજવામાં આવી હતી જેમાં પોરબંદર જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી, પ્રાંત કચેરીના ડેપ્યુટી કલેક્ટર સંદીપસિંહ જાદવ, ચીફ ઓફિસર મનન ચતુર્વેદી તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી, ગુજરાત સ્ટેટ હાઈવે ઓથોરિટી અને આરએનબીના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી.કલેક્ટર લાખાણી અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ સાથે મળીને સ્થળની તપાસ કરી અને રાજીવ નગરના પ્રવેશદ્વાર પાસેની પાણીની નિકાલની સમસ્યાના ઉકેલ અંગે ચર્ચા કરી. કલેક્ટરએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને તાત્કાલિક કામગીરી માટેની સૂચનાઓ આપી અને ભવિષ્યમાં આ સમસ્યા ન થાય તે માટેની વ્યાપક ચર્ચા કરી. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટર અને ચીફ ઓફિસર સાથેના અધિકારીઓએ રાજીવ નગરની દરેક ગલીમાં જઇને નાગરિકોની સમસ્યાઓ સાંભળી.
- Advertisement -
આ તબક્કે તેઓએ તાત્કાલિક અસરથી નિકાલ માટે સૂચનાઓ આપી અને ભવિષ્યમાં જળ સંકટ ટાળવા માટેની કામગીરી અંગે ચર્ચા કરી.



