ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ હોસ્પિટલ ચોક ખાતે નવી બની રહેલ ઝનાના હોસ્પિટલની કામગીરી અંગે સમીક્ષા હાથ ધરી હતી. જેમાં તેમણે હોસ્પિટલની કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમણે નવી હોસ્પિટલમાં મેટરનલ એન્ડ ચાઈલ્ડ વિભાગની કામગીરી ઝડપી પૂર્ણ કરવા સૂચના આપી હતી તેમજ સલમતી સહિતના પાસાઓ પર ભાર મૂક્યો હતો. શહેરીજનોને વહેલાસર આ હોસ્પિટલની સેવાનો લાભ મળી શકે તે માટેનું નિર્માણ ઝડપથી પૂર્ણ કરવા કલેકટર અરૂણ મહેશ બાબુએ સૂચના આપી હતી. આ ઉપરાંત મનુબહેન ઢેબર સેનોટોરિયમની જગ્યાએ ફીલ્ડ હોસ્પિટલ બનાવવા અંગેની પ્રક્રિયા અંગે પણ સમીક્ષા કરી હતી. આ સમીક્ષા દરમિયાન ગાયનેક વિભાગના ડૉ. કમલ ગોસ્વામી, પીડિયાટ્રીક વિભાગના વડા ડૉ. પંકજ બુચ, ડૉ. કેતન પીપળીયા, માર્ગ અને મકાન વિભાગની ટીમ સહિતના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.