ચેક રિપબ્લિકન પ્રધાનમંત્રી પીટર ફીઆલાના લાયઝન અધિકારી ફરજ બજાવશે: ઓર્ડર નીકળ્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને આગામી તા.9થી બે દિવસ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. કલેક્ટર પ્રભવ જોશી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ચેક રિપબ્લીકનના પ્રધાનમંત્રી પીટર ફીઆલાના લાયઝન અધિકારી તરીકે ફરજ બજાવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ ઓર્ડર ઇસ્યુ કરી દેવામાં આવેલ છે.
અહીં ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા આયોજીત કરાયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે વર્ગ-1ના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ રાજ્યના 10 જેટલા ડેપ્યુટી કલેક્ટરોના ઓર્ડરો વાઇબ્રન્ટ સમિટ માટે કાઢવામાં આવેલ હતા જે બાદ હવે ઉચ્ચ અધિકારીઓના ઓર્ડરો કાઢી આ અધિકારીઓને વાઇબ્રન્ટ સમિટની જવાબદારી સોંપવામાં આવી છે.
જેમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને ચેક રિપબ્લીકનના પ્રધાનમંત્રી પીટર ફીઆલાના લાયઝન અધિકારી તરીકેની ફરજ સોંપવામાં આવી છે.
કલેક્ટર પ્રભવ જોશીને તા.9થી બે દિવસ વાયબ્રન્ટ ગુજરાતમાં સોંપાતી જવાબદારી
