બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ યોજાયો
વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હૂકમ અને પાલક માતા-પિતા યોજનાના લાભાર્થીને લાભો અપાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.17
બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેકટર એન.વી.ઉપાધ્યાયે વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને વિવિધ ક્ષેત્રોમાં નોકરી મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ અને તેમના પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહીત કરતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, પરિશ્રમ વિના પરિણામ શક્ય નથી. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સમયે આવનારા પડકારોનો સામનો કેવી રીતે કરવો અને કોઈપણ પરિસ્થિતિમાં પોતાનું લક્ષ્ય કેવી રીતે પાર પાડવું તે વિશે કલેક્ટરશ્રી દ્વારા પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ તેમણે નિષ્ઠાવાન અને જવાબદાર અધિકારી બની શ્રેષ્ઠ ભારતનું ઘડતર કરવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપે તેવી તમામને શુભેચ્છાઓ પાઠવી હતી.
નાયબ પોલીસ અધિક્ષક સી.પી.ખટાણા દ્વારા પોલીસ ભરતી પરીક્ષાની તૈયારી અને ગ્રાઉન્ડ પાસ કરવા સમયે ધ્યાનમાં રાખવાની બાબતો યોગ્ય તેમજ પદ્ધતિસર તૈયારી અને પોલીસ વિભાગને આનુષાંગિક સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કેવી રીતે કરવી સહિતનું માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીને કચેરી દ્વારા વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ તેમજ રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરેલ દીકરીઓને તેમજ પાલક માતા-પિતા યોજના લાભાર્થીને એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાંઆવ્યુહતુ.