દેવાધિદેવ વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ ખાતે આગામી શિવરાત્રીના તહેવાર ને ધ્યાને લઈ યાત્રિકો ભાવિકો ની સલામતી અને વ્યવસ્થાઓ જળવાઈ તે માટે આજરોજ સાંજે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા એ તહેવાર પૂર્વે સોમનાથ મંદિર ખાતે ગોઠવાયેલી અને નવી સુવિધાઓ તેમજ ટ્રાફિકનો સંચાલન સારી રીતે થાય અને લોકોનાં સારી રીતે દર્શન થાય અને સલામતી જળવાઈ તે માટે વ્યવસ્થાઓ નું નિરીક્ષણ કર્યું હતું અને સોમનાથ ટ્રસ્ટ પાસેથી જાણકારી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ તરફથી આ શિવરાત્રી એ ગોઠવાયેલી નવી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણના અંતે આગામી શિવરાત્રી ના બંદોબસ્ત ગોઠવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. આજે સોમનાથ મંદિર ખાતે આ નિરીક્ષણ સમયે ડેપ્યુટી કલેકટર મામલતદાર પ્રભાસ પાટણ તથા સોમનાથ મંદિર પોલીસના અધિકારીઓ, એલસીબી પીઆઇ એબી જાડેજા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
સોમનાથ ખાતે મહાશિવરાત્રી પૂર્વે નિરીક્ષણ કરતા કલેકટર અને જઙ

Follow US
Find US on Social Medias