ખોખડદડ ગામે ગ્રીન એપલ પાર્ટી પ્લોટના માલિકને 22 લાખ, કોઠારીયા ગામે બિલીપત્ર
પાર્ટી પ્લોટના સંચાલકને 7 લાખ અને આણંદપર ગામે ભાવિન રામાણીને 3 લાખનો દંડ
મદદનીશ કલેક્ટર રાજકોટ શહેર-2 મહેક જૈન દ્વારા અવલોકન કરતા 3 પાર્ટી પ્લોટ મંજૂરી વગર ચાલતા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટ જિલ્લામાં ખેતીની જમીનનો વ્યાવસાયિક ઉપયોગ કરવાનો કિસ્સો ધ્યાને આવતા જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. કુલ ત્રણ પાર્ટી પ્લોટ એવા હતા કે ખેતીની જમીન ઉપર બિનખેતી કર્યા વગર પાર્ટી પ્લોટ ચલાવતા હતા. મદદનીશ કલેક્ટર રાજકોટ શહેર-2 મહેક જૈન દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું કે, જમીન મહેસૂલ કાયદાની કલમ-65 હેઠળની બિનખેતી ઉપયોગ કરવાની મંજૂરી મેળવ્યા વિના પાર્ટીપ્લોટ તરીકે કોમર્શિયલ હેતુ માટે આ જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સાબિત થાય છે.
ખોખડદડ ગામે ગ્રીન પાર્ટી પ્લોટના સંચાલકને દંડ
ખોખડદડ ગામે આવેલા ગ્રીન પાર્ટી પ્લોટના સંચાલક કરસન શિયાણીને કુલ 22 લાખનો દંડ ફટકારાયો છે. શરતભંગ થવાથી કલેકટર દ્વારા 22663 ચો.મી. જમીન પૈકીની 10530 ચો.મી.પાર્ટી પ્લોટ તરીકે વપરાશમાં લેવામાં આવતી જમીનને પ્રતિ ચો.મી. લેખે વાર્ષિક બિનખેતી આકારી એક વર્ષના શરતભંગના દંડ બદલ 273800 પ્રમાણે સાત વર્ષના સમયગાળા માટે 19નો દંડ કરવામાં આવ્યો છે. આ સાથે જ આ જમીનનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગમાં કરવા બદલ 3 લાખ રૂપાંતર કર તરીકે વસૂલ કરવામાં આવશે.
- Advertisement -
કોઠારીયા ગામના બિલિપત્ર પાર્ટી પ્લોટના સંચાલકને દંડ
રાજકોટના કોઠારીયા ગામમાં ખેતીની જમીન પર દસ વર્ષથી બિનખેતીની મંજૂરી વિના ચાલતા બિલીપત્ર પાર્ટી પ્લોટના સંચાલકને 7.94 લાખનો દંડ ફટકાર્યો છે. આ જમીનના કબજેદાર જયંતિભાઈ બાધુભાઈ શિયાણી વગેરેએ આ જમીન પૈકી 10,623 ચો. મી. જમીન બહુહેતુક ઉપયોગ માટે બિનખેતી કરવા માટે અરજી કરી હતી. આ અરજી અંગે રાજકોટ તાલુકા મામલતદારશ દ્વારા તપાસ કરવામાં આવતા, આ જમીન પર જરૂરી મંજૂરી મેળવ્યા વિના બિલીપત્ર પાર્ટી પ્લોટ ચાલતો હોવાનું અને તેનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનું જણાયું હતું.
આણંદપરની ખેતીની જમીનનો પાર્ટી પ્લોટ તરીકે ઉપયોગ કરવા બદલ 3 લાખનો દંડ
આણંદપર ગામના સર્વે નં. 162/1ની જમીન સરકારી રેકોર્ડ પર ખેતીના હેતુ માટે નોંધાયેલી છે. જેના કબ્જેદાર ભાવિનભાઈ તુલસીભાઈ રામાણી છે. ખેતીની જમીનનો બિનઅધિકૃત બિનખેતી તરીકે ઉપયોગ કરવા બદલ શરતભંગ થવાથી કલેકટર દ્વારા 14468 ચો.મી. જમીન પૈકીની 6071 ચો.મી.પાર્ટી પ્લોટ તરીકે વપરાશમાં લેવામાં આવતી જમીનને પ્રતિ ચો.મી. લેખે વાર્ષિક બિનખેતી આકારી એક વર્ષના શરતભંગના દંડ બદલ રૂ. 1.57 લાખ દંડ, કોમર્શિયલ હેતુ માટે 1.82 લાખ રૂપાંતર કર તરીકે વસૂલ કરવામાં આવશે. પાર્ટી પ્લોટના માલિકોને 30 દિવસમાં કુલ 3.39 લાખનો દંડ ભરવા જણાવાયું છે.