આગામી 25 જાન્યુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લે કોન્સર્ટનું યોજાવા જઇ રહ્યું છે ત્યારે કોન્સર્ટની ટિકિટનું વેચાણ 16મી નવેમ્બર એટલે કે આજે બપોરે 12 વાગ્યે શરૂ થનાર છે.
ભારતમાં કોલ્ડપ્લેનો ચોથો શો
બુક માય શો ડોટ લાઈવએ X પર પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપવામાં આપી હતી જેમાં તેઓએ લખ્યું હતુ કે ‘ભારતમાં કોલ્ડપ્લેનો ચોથો શો, 25મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર અમદાવાદ આવી રહી છે! ટિકિટનું વેચાણ 16મી નવેમ્બરે બપોરે 12 વાગ્યે શરૂ થશે.
કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ બુકિંગ કરવાન સરળ રીત
- Advertisement -
- BookMyShow વેબસાઈટ અથવા એપ્લિકેશન પર જાઓ.
- Coldplay Ahmedabad કોન્સર્ટ સર્ચ કરો.
- ઇવેન્ટની તમામ વિગતો વાંચો. (જેમ કે તારીખ, સમય, સ્થળ અને ટિકિટની કિંમતો તપાસો)
- ટિકિટની ઉપલબ્ધતા તપાસો (અહીં, ટિકિટના પ્રકાર General, VIP, etc. જેવા ઓપ્શન જોવા મળશે)
- હવે પસંદગીની સીટ પસંદ કરીને ‘Buy Now’ અથવા ‘Book Now’ પર ક્લિક કરો.
- હવે વિગતો ભરો.
- નામ, ઇમેઈલ અને ફોન નંબર એન્ટર કરો.
- ડિસ્કાઉન્ટ અથવા કૂપન કોડ અહીં એન્ટર કરી શકાય છે. હવે પેમેન્ટ કરો.
- પેમેન્ટ માટે (ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ, UPI, વગેરે)નો ઉપયોગ કરી શકાય છે.
- પેમેન્ટ થયા પછી ઈમેલ/એસએમએસ દ્વારા ટિકિટ કન્ફર્મેશન અને ટિકિટની વિગતો મળશે.
- બુકિંગ કર્યા પછી ટિકિટ ડાઉનલોડ કરો અથવા સ્ક્રીનશોટ લો.