ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા સહિત સોરઠ પંથકમાં માવઠા બાદ પવનનું જોર વધતા ઠંડીનો માહોલ જામ્યો છે. જેમાં વ્હેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળતા લોકોએ ગરમ કપડાનો સહારો લેવાનો શરૂ કર્યુ છે. ગઇકાલે મહત્તમ તાપમાન 28 ડીગ્રી, લઘુત્તમ 18.3 સાથે સવારે હવામાં ભેજનું પ્રમાણ 83 અને બપોરે 49 ટકા તેમજ પવનની ઝડપ 6.7 કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ત્યારે હવે શિયાળાની ઋતુનો પ્રારંભ થઇ ચુકયો છે.