ખાસ-ખબર સંવાદદાતા
હાલના દિવસોમાં અફઘાનિસ્તાનમાં ભયકંર ઠંડી પડી રહી છે. તાપમાન ખુબ જ નીચુ જતું રહ્યુ છે. સ્થિતિ એ છે કે પારો માઈનસ સુધી પહોંચી ગયો છે. આ કારણે દેશભરમાં મોટી સંખ્યામાં મોત થયા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યુ હતું કે આટલી ભયાનક ઠંડી ક્યારેય પણ પડી નથી. અફઘાનિસ્તાનમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનમા ઘટાડો જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે અહી 10 જાન્યુઆરીથી તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ અહીં પારો માઈનસ 33 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અફઘાનિસ્તાનના ગ્રામીણ વિસ્તારમાં અને બર્ફિલાવાળા વિસ્તારમાં ઠંડીથી બચાવવા માટે કોલસાના હિટર લગાવવામાં આવી રહ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જાણવા મળ્યુ હતું કે ઠંડી હજુ પણ વધારે સમચ સુધી રહેવાની સંભાવના છે.