હિમવર્ષા અને ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો; તમિલનાડુમાં ભારે વરસાદથી મદુરાઈમાં સ્કૂલ-કોલેજ બંધ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દેશના પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષા અને ઉત્તર-પશ્ચિમી ઠંડા પવનોને કારણે મેદાની રાજ્યોમાં ઠંડીનું જોર વધ્યું છે. રાજસ્થાન રાજ્યમાં સોમવારે કોટા, ઉદયપુર સહિત અનેક જિલ્લાઓમાં દિવસના તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. ફતેહપુરમાં સૌથી ઓછું 5.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું રહ્યું. 27 નવેમ્બરથી ઉદયપુર, જોધપુર અને અજમેર સંભાગમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
- Advertisement -
મધ્ય પ્રદેશ: અહીં પણ ઠંડા પવનોને કારણે નૌગાંવ, રાજગઢ અને રીવામાં તાપમાન 8 થી 10 ડિગ્રીની વચ્ચે રહ્યું. ભોપાલ સહિત અનેક જિલ્લાઓમાં સતત ત્રીજા દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું.
બિહાર: ઠંડીની સાથે ગાઢ ધુમ્મસની અસર વધી છે. પટના, ગોપાલગંજ સહિત 10 શહેરોમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી 100-200 મીટર સુધી નોંધાઈ.
ઉત્તરાખંડ: બદ્રીનાથમાં તાપમાન ગગડીને માઈનસ 12 ડિગ્રીએ પહોંચી ગયું, જેના કારણે નદીઓ અને ઝરણાં થીજી ગયાં છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની આશંકા વ્યક્ત કરી છે.
તમિલનાડુમાં ભારે વરસાદ: દક્ષિણ ભારતમાં તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં સોમવારથી ભારે વરસાદ શરૂ થયો છે, જેના કારણે મદુરાઈમાં સ્કૂલ-કોલેજ બંધ કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી અહીં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.



