5.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બનવાની સાથે રાજ્યમાં આજે ફરી હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી છે.
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે રાજ્યના 7 શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા. 8થી 9 ડિગ્રી તાપમાન સાથે આજે કોલ્ડવેવની પણ આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
- Advertisement -
નલિયા 5.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું
જણાવી દઇએ કે, રાજ્યમાં 24 કલાકમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી ઘટ્યું છે. અમદાવાદમાં 9.3 ડિગ્રી તાપમાન નોંધાયું તો નલિયા 5.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. જ્યારે ગાંધીનગર, અમરેલી અને ભુજમાં પણ 10 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. દાદરાનગર હવેલી અને વલસાડમાં પણ 10 ડિગ્રીથી નીચે પારો પહોંચ્યો છે.
સૌરાષ્ટ્ર પણ ઠંડા પવનોના સુસવાટાથી ઠંડુગાર બન્યું
બીજી બાજુ સૌરાષ્ટ્ર પણ ઠંડા પવનોના સુસવાટાથી ઠંડુગાર બન્યું છે. સૌરાષ્ટ્રમાં કેશોદમાં 8.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 10.3 ડિગ્રી, અમરેલીમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કાતિલ ઠંડી વચ્ચે હજુ રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે દરિયાકાઠા વિસ્તારમાં પણ તાપમાનનો પારો નીચે જતા લોકો હાડ થીજવતી ઠંડીમાં ધ્રુજી ઉઠ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોલ્ડવેવથી જન જીવન પ્રભાવિત થયું છે.