-વાદળછાયા વાતાવરણને કારણે વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
ગુજરાતમાં હવે ધીમીધારે શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઈ રહી છે. આ દરમિયાન આજે સવારે રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. આ તરફ વાદળછાયા વાતાવરણને કારણે વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે, રાજ્યમાં હવે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે.
- Advertisement -
રાજ્યના વિવિધ શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણના લીધે વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકોને હાલાકી પડી છે. આ તરફ આજે અમદાવાદમાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરા 18.6 ડિગ્રી, ભુજમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્વનું છે કે, કચ્છના નલિયામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું તો ડીસામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે.