અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી: જામનગર17 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું
રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ છે. જેમાં લઘુત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો છે. તથા મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20થી નીચે છે. તેમજ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું છે. તથા ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 18 ડિગ્રી, ભાવનગરમાં 20.5 ડિગ્રી નોંધાયું છે. જેમાં જામનગર 17 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું છે. તેમાં રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા છે. જેમાં મોડી રાતથી લઘુતમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 20થી નીચું નોંધાયું છે.