અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનમાં કંઈક અંશે ઘટાડો થવા પામ્યો છે. હજુ આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરી હતી.
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. ત્યારે નવસારીમાં 8 ડિગ્રી સાથે ઠંડું શહેર રહેવા પામ્યું હતું. રાજ્યમાં 6 શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. શહેરોમાં 12 ડિગ્રી આપસાપસ તામાન નોંધાયું છે. છેલ્લા 3 દિવસમાં 3 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે.
- Advertisement -
રાજ્યમાં નોંધાયેલ તાપમાન
રાજ્યનાં અમુક શહેરોમાં નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો મહુવામાં 10.5, વડોદરામા 11, ડીસામાં 11.2 ડિગ્રી, અમદાવાદમાં 11.5 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમ્યાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. તેમજ ગુજરાતમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યના અમુક વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. જ્યારે તાપમાનનો પારો 13 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.