વહેલી સવારે લોકોએ ગુલાબી ઠંડીનો કર્યો અહેસાસ
રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે. જેમાં ઉત્તર પૂર્વ પવનો ફૂંકાતા ઠંડીનો અહેસાસ થયો છે. તેમાં વહેલી સવારે લોકોએ ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો છે. તથા વિવિધ શહેરોમાં તાપમાનનો પારો 2-3 ડિગ્રી ગગડ્યો છે. જેમાં ગાંધીનગરમાં સૌથી ઓછું 17.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તથા કેશોદમાં 18.6, વલસાડ અને નલિયા 19.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે 8 શહેરોનું તાપમાન 20-21 ડિગ્રી આસપાસ નોંધાયુ છે. તથા અમદાવાદમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. નવેમ્બર મહિનાની શરૂઆતથી કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે રાત્રીના સમયે ધીરેધીરે શિયાળાની ગુલાબી ઠંડીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાજ્યમાં અત્યારે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાતાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. એક તરફ વરસાદનો વિરામ થતાની સાથે જ દિવસનું મહત્તમ તાપમાન ઉચકાયુ છે ત્યારે બીજી તરફ રાત્રીનું લઘુત્તમ તાપમાન ગગડવા લાગ્યું છે. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ઉચકાઈને 34.8 ડિગ્રીએ પહોચી ગયુ છે જ્યારે બીજી તરફ રાત્રીનું લઘુત્તમ તાપમાન 20.1 ડિગ્રી થઈ ગયું છે. પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ગગડીને 16.9 ડિગ્રી થઈ જતાં આ શહેરમાં રાત્રે રીતસરની ઠંડી લાગવા માડી છે.