ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકોમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી જી. ટી. પંડ્યાના નેતૃત્વમાં તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર અત્યારે સતત કાર્યરત છે. મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોના નિકાલ માટે ફરિયાદ નિવારણ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે જે અંતર્ગત આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 0422 શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત ઈ-ટશલશહ મોબાઈલ એપ પર પણ ફરિયાદ કરી શકાય છે. મોરબી કલેકટર કચેરી ખાતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલમાં ઈ-ટશલશહ એપના માધ્યમથી અત્યાર સુધીમાં 9 જેટલી ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં 5 ફરિયાદો 65-મોરબી મતવિસ્તારમાં, 3 ફરિયાદો 66-ટંકારા મતવિસ્તારમાં અને 1 ફરિયાદ 67-વાંકાનેર મતવિસ્તારમાં નોંધાઈ છે. આમ, કુલ 9 ફરિયાદો નોંધાઈ હતી જેમના પર ત્વરિત કાર્યવાહી કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગની ફરિયાદોના નિવારણ માટે ચૂંટણીપંચ દ્વારા અસરકારક પદ્ધતિ ગોઠવવામાં આવી છે જે મુજબ ઈ-ટશલશહ એપ પર કોઈ નાગરિક ફરિયાદ અપલોડ કરે ત્યારે ક્ધટ્રોલ રૂમમાંથી આ ફરિયાદ પાંચ જ મિનિટમાં, જે તે વિધાનસભા મત વિસ્તારની હોય, એ વિસ્તારમાં કાર્યરત ફ્લાઈંગ સ્કવોડને મોકલવામાં આવે છે. ફ્લાઈંગ સ્કવોડ આ ફરિયાદ પર તુરંત પગલાં લે છે અને વધુમાં વધુ 100 મિનિટની અંદર આ ફરિયાદ ઉકેલી નાખે છે ત્યારબાદ આ ફરિયાદ ઉકેલાઈ ગયાની ખાતરી જે તે મતક્ષેત્રના ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવે છે. મોરબી જિલ્લાના વિવિધ મતવિસ્તારમાંથી મોટાભાગની ફરિયાદો સરકારી દીવાલો પર પોસ્ટર લગાવવા, જાહેર સ્થળો પર મંજૂરી વિના પોસ્ટર કે બેનર લગાવેલા હોવાની હતી. આવી તમામ ફરિયાદોનો તાત્કાલીક નીવેડો લાવવામાં આવી રહ્યો છે.