નાળિયેર તેલ એક અનન્ય અને અપવાદરૂપ હીલિંગ એજન્ટ છે અને તે અનેક વ્યાધિઓને જડમૂળથી નેસ્તો નાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે.
ખાદ્ય તેલની આજકાલ ખુબ ચર્ચા થઈ રહી છે ત્યારે આજે આપણે નાળિયેરના તેલ વીશે કાંઈક જાણીએ નાળિયેર અને નાળિયેર તેલ એ બન્ને એક સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થ જ નહી બલ્કે અદભૂત ઔષધ પણ છે અહી બહુ ટુંકમાં આપવામાં આવેલી માહિતીની મહત્તા ઓછી ન મુલવશો, બીજી અનેક વ્યાધિઓ ઉપરાંત અલ્ઝાઇમર અને સર્વ સામાન્ય નબળી યાદશક્તિ, ભૂલકણાપણું, પ્રોસ્ટેટમાં સોજા ઉપરાંત સ્તન કેન્સર માટે તેનું આંતરિક સેવન તથા બાહ્ય પ્રયોગ અકલ્પ્ય પરિણામો આપે છે. હળદર સાથે તેનો પ્રયોગ કેમો થેરાપી ની ખરાબ અસરો દૂર કરે છે. નાળિયેરનું તેલ અનેકાનેક ઔષધીય ગુણો ધરાવે છે તે વાત આપણે કઈ કેટલીયે સદીઓથી જાણીએ છીએ. આપણી અનેક પેઢીની સ્ત્રીઓના માથામાં ટનબંધ નારિયેળનું તેલ ઠલવાયુ હશે.
- Advertisement -
નાળિયેરના ઝાડના ઔષધીય સિવાયના પણ એટલા ઉપયોગ છે કે તેને કલ્પવૃક્ષ કહેવામાં આવ્યું છે. તેનું તેલનો દક્ષિણમાં પહેલેથી ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થતો હોવા છતાં આધુનિક વિજ્ઞાનના અને માસ કોમ્યુનિકેશનના આ યુગમાં તેની જે ફેટ છે તે સેચ્યુરેટેદ ફેટ નથી એટલે તે નુકશાનકારક છે તેવો એક વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો. આ કલાંકમાંથી બહાર આવ્યા પછી પણ નાળિયેરી તેલના સમૃધ્ધ ઔષધીય ખજાના બાબતે યોગ્ય નોંધ લેવાઈ નથી. માત્ર ‘સારી’ ચરબી જ નહીં, નાળિયેર તેલ એક અનન્ય અને અપવાદરૂપ હીલિંગ એજન્ટ છે. તે અનેક વ્યાધિઓને જડમૂળથી નેસ્તો નાબૂદ કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. શુધ્ધ નારિયેળ તેલની એક અલૌકિક ઊંડે સુધી ઉતરતી ભીનિભીની ખુશ્બુ હોય છે. નાળિયેર તેલની “સારી” સંતૃપ્ત ચરબીના કેટલાક રોગનિવારક ગુણધર્મો જોઈએ તો;…
સ્તન કેન્સર અને પ્રોસ્ટેટ વ્યાધિમાં તેની કામગીરી બેનમૂન
ફેટ-બર્નિંગ
તેની સેચ્યુરેતેડ ફેટ અત્યંત જોખમી એવી ળશમતયભશિંજ્ઞક્ષ રફિં ના નાશના વેગને ઝડપી બનાવી શકે છે. એક વિસ્તૃત અભ્યાસ દ્વારા એ સ્પષ્ટ થયું છે કે, સ્ત્રી કે પુરુષના પેટની ચરબી ઉતારવા સવાર સાંજ ખાલી પેટે 15 – 15 ળહ નાળિયેર તેલ પીવામાં આવે તો 1થી 3 મહિનામાં પેટની ચરબીમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
- Advertisement -
માનસિક ક્ષમતામાં વધારો કરે છે
ન્યુરોબાયોલોજી ઓફ એજિંગ નામના જર્નલમાં પ્રસિધ્ધ થયેલા એક વિસ્તૃત અભ્યાસ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે,શરીરને ટ્રાયગ્લીસરાઇડ જો ચોક્કસ પ્રકારે મળતું રહે તો અલ્ઝાઇમર અને ભુલકણાપણ એમ બંન્ને સ્થિતિમાં સુધારો થાય છે. નારિયેળ તેલમાં તે વિપુલ માત્રામાં હોય છે. આ સુધારો માત્ર થોડા દિવસમાં જ જોવા મળે છે.
જૂનો ઉપદ્રવ
વરિયાળીનો રસ માથે લગાવી તેના પર કોપરેલ તેલ લગાવવાથી, નાળિયેર સાથે વરિયાળી ખાવાથી કે વરિયાળીનું તેલ નાળિયેર તેલ સાથે મિક્સ કરી માથે નાખવાથી જુ રહેતી નથી.
ઘાવની સારવાર
નારિયેળનો ઉપયોગ પ્રાચીન કાળથી જ ઘાના ઉપચાર માટે થાય છે. ઇજાગ્રસ્ત ભાગની સારવારમાં નાળિયેર તેલ ત્રણ રીતે કામ કરે છે, એક તો તે ઇજાગ્રસ્ત પેશીઓની પુનર્રચના કરે છે, બીજું, એન્ટી ઓક્સિડન્ટ એંઝાઈમ એક્તિવિતીને વેગ આપે છે અને ત્રીજુ, પુન: નિર્માણ પામેલી પેશીઓની સૂર્ય પ્રકાશમાં ઉપચારક તત્વો મેળવવાની ક્ષમતામાં વધારો કરે છે.
એનએસએઈડી વૈકલ્પિક
નાળિયેર તેલ દાહનું શમન કરે છે, પીડા મટાડે છે અને તે તાવ પણ ઉતારે છે.
એન્ટિ-અલ્સર
રસપ્રદ વાત એ છે કે નાળિયેર દૂધ (જેમાં નાળિયેર તેલના ઘટકોનો સમાવેશ થાય છે) તે એન્ટિ-અલ્સર એજન્ટ એવા પરંપરાગત ડ્રગ સુક્રાલફેટ જેટલું જ અસરકારક હોવાનું પુરવાર થયું છે.
એન્ટી ફંગલ
સહુથી જિદ્દી અને ઉપદ્રવી ગણાતી કેંડીડા અલ્બિકંસ સહિત 52 જાતની ફૂગ નાળિયેર તેલ મારી હઠાવે છે.
ટેસ્ટોસ્ટેરોન-બૂસ્ટર
નાળિયેર તેલ ઓક્સિડેટીવ સ્ટ્રેસ દૂર કરી યિંતજ્ઞિંતયિિાંક્ષ અનિયમિતતાનો ઈલાજ કરી પ્રોસ્ટેટ વૃધ્ધિ પર નિયંત્રણ લાવે છે.
બ્લડ લિપિડ્સમાં સુધારો
નાળિયેર તેલ એલડીએલ- એચડીએલ રેશીઓમાં સુધારો કરી ધમનીમાં જામી જતી ન્યુતર્જન નામની ચરબીને દૂર કરે છે. ટામેટા જેવા શાકમાંથી મળતા કેરોટિનોઇડ દ્રાવ્ય ચરબી – પોષક તત્વોના શરીરમાં શોષણ માટે અન્ય કોઈ પણ પીળા રંગના ખાદ્ય તેલ કરતા નાળિયેર તેલ વધુ કાર્યક્ષમ છે.
હાડકાની દુરસ્તી
નાળિયેર તેલ હાડકાની અંદર ઓકસાઈડેતિવ સ્ટ્રેસ ઘટાડે છે અને તે રીતે ઓસ્તીઓપોરાઇસિસ જેવી સ્થિતિનું જોખમ ઘટે છે.
સનસ્ક્રીન
નાળિયેર તેલ યુવી કિરણોના મારાને 30% થી વધારે પ્રમાણમાં ઘટાડી નાખે છે.
જંતુનો નાશ કરે છે
આશ્ચર્યજનક રીતે નાળિયેર તેલ જંતુઓ દૂર કરવામાં ઉઊઊઝ કરતાં વધુ અસરકારક હોવાનું જણાયું છે. નાળિયેર તેલ જીવજંતુઓને દૂર કરવા માટે ઝેરી ડીઈઈટીને મહાત કરે છે. જોકે નાળિયેર તેલનું કાર્યક્ષેત્ર આપણે જે કાઈ જોયું તેના કરતાં ઘણું વિસ્તૃત છે.
સ્ત્રી કે પુરુષના પેટની ચરબી ઉતારવા સવાર સાંજ ખાલી પેટે
15-15 ળહ નાળિયેર તેલ પીવામાં આવે તો 1થી 3 મહિનામાં ચરબીમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.



