ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં એક ખલાસી ઈજાગ્રસ્ત થયાની ધટના બની હતી. મળતી માહિતી મુજબ જાફરાબાદ નજીક અરબી સમુદ્રમાં 60 નોટીકલ માઇલ દૂર દરિયામાં મહેશ્ર્વરી નામની બોટમાં એક ખલાસી ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત ખલાસી ની જાણ કોસ્ટગાર્ડ ટીમને થતાં તાત્કાલિક રેસકયુ કરવા માટે દરિયામાં રવાના થઈ હતી. કોસ્ટગાર્ડ ટીમે 60 નોટીકલ માઇલ દૂર દરિયામાં ઈજાગ્રસ્ત ખલાસી ભીખુભાઈ નું સફળતાપૂર્વક રેસકયું કરી જીવ બચાવ્યો હતો. દરિયા કિનારે પહોંચ્યા બાદ પ્રથમ સારવાર કોસ્ટગાર્ડ ટીમે આપ્યા બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.



