પોરબંદર જિલ્લાના કલેક્ટર અને પોલીસ અધિક્ષકો દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર ગઈકાલે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાઈ, જ્યારે કોસ્ટગાર્ડના 859 અકઇં ધ્રુવ હેલિકોપ્ટરનો ક્રેશ થતાં ત્રણ જવાનોના કરૂણ મૃત્યુ થયા છે. આ દુર્ઘટનાને લઈને પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હેલિકોપ્ટર ક્રેશ થતાં તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોરબંદર જિલ્લાના કલેક્ટર અને પોલીસ અધિક્ષકો દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોરબંદરના એરપોર્ટ પર દુર્ઘટના બપોરે 12:15 વાગ્યે બની હતી. આ હેલિકોપ્ટર તાલીમ માટે ઉડાન ભરી રહી હતી. ક્રેશની ઘટનાના પગલે એરપોર્ટના પરિસરમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. હેલિકોપ્ટર ક્રેશ થતાં જ વિસ્ફોટના ધડાકા સાથે તે સળગી ગયું હતું. ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, હેલિકોપ્ટરમાં બે પાયલટ સહિત ત્રણ લોકો સવાર હતા. હેલિકોપ્ટરમાં ક્રેશ થતાં ઘાયલોને તાત્કાલિક પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણેય જવાનોના મોત થયા છે. જેમાં ડેપ્યટુી કમાન્ડન્ટ સુધીર કુમાર યાદવ ઉ.વ.33, કમાન્ડન્ટ સૌરભ સ./ઓફ. જ્ઞાનસિંહ ઉ.વ.41, પ્રધાન નાવવક મનોજકુમાર સ./ઓફ.રણવીરસિંઘ ઉ.વ.28 નું મોત નિપજ્યું હતું. ઋજક (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને ટેકનિકલ તપાસ શરૂ કરી છે.
- Advertisement -
પ્રાથમિક તપાસમાં એ સંકેત મળ્યો છે કે હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હશે, જે હેલિકોપ્ટર ક્રેશનું મુખ્ય કારણ બની હશે. જોકે, હજી સુધી દુર્ઘટનાના ચોક્કસ કારણની પુષ્ટિ કરવામાં આવી નથી. સમગ્ર બનાવ અંગે પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું કે, આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે સમગ્ર ઘટના દુ:ખદ છે અને સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફાયર વિભાગ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ફાયર બ્રિગેડની એકથી વધુ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી. પોલીસે સમગ્ર એરપોર્ટનો વિસ્તાર સુરક્ષિત કરી દીધો હતો. ક્રેશ સાઇટની આસપાસ સામાન્ય જનતાને આવવા દેવામાં આવી નથી. આ દુર્ઘટનાએ પોરબંદરના લોકોમાં ઉદ્વિગ્નતા ફેલાવી છે. ઉદ્યોગપતિઓ, નેતાઓ અને સામાજિક કાર્યકરો દ્વારા દુ:ખની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદર સંસદસભ્યએ દુર્ઘટનાને શોકજનક ગણાવી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ દુર્ઘટનાને પગલે એરપોર્ટ અને કોસ્ટગાર્ડ દળ દ્વારા સમગ્ર ઉડાન પ્રક્રિયાની સમીક્ષા હાથ ધરાઈ છે. તમામ હેલિકોપ્ટર ઉડાન માટે અત્યારે વિશિષ્ટ તકેદારી રાખવામાં આવી છે. આ દુર્ઘટનાની વધુ વિગત અને પરિણામો તપાસના અંતમાં જાહેર કરવામાં આવશે.



