14 લાખના કોલસાની ચોરી મામલે ચાર ટ્રક નંબરના આધારે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
માળીયાના નવલખી પોર્ટમાં બનાવટી લોડીંગ પાસ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરીને ચાર ટ્રક ચાલકો 14 લાખની કિંમતના કોલસાની ચોરી કરી જતા માળીયા મિંયાણા પોલીસ મથકે શિપિંગ કંપનીના કર્મચારીએ ટ્રક નંબરના આધારે ફરીયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિંયાણાના નવલખી બંદરે શ્રીજી શિપિંગ કંપની દ્વારા ઉતારવામાં આવતા વિદેશી કોલસામાંથી ટ્રક નંબર જીજે 36 ટી 0940, જીજે 36 ટી 8180, જીજે 12 એઝેડ 6755 અને જીજે 12 બીવાય 8780 ના ચાલકો તથા માલીકો દ્વારા બોગસ પાવતી બનાવી રૂપિયા 14 લાખની કિંમતનો વિદેશી કોલસો ચોરી કરવામાં આવતા શ્રીજી કંપનીના જામનગર રહેતા કર્મચારી દિપકકુમાર ગોપાલશંકર પુરોહીત દ્વારા માળીયા મિંયાણા પોલીસ મથકે કોલસો ચોરી કરનાર ટ્રકચાલકો તથા માલીકો ઉપરાંત શ્રીજી કંપનીની ડુપ્લીકેટ લોડીંગ સ્લીપ બનાવનાર તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુન્હો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.