તત્કાલીન ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટે બે હજાર ખાણો બંધ કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફીયાઓ બેફામ થયા છે લગભગ ત્રણ દાયકાથી ચાલતી કોલસાની ખનિજ ચોરી સામે તંત્ર પણ ઘૂંટણીયે હોય તેવું સ્પષ્ટ નજરે પડે છે મોટી ડંફાસો માટે કેટલાય અધિકારીઓ કોલસાના કારોબારને સદંતર રોકવામાં અસમર્થ રહ્યા છે અને બાદમાં હલકુ લોહી હવાલદારનું કહેવતની માફક નીચેના અધિકારી અને કર્મચારીઓને કોલસાનું ગેરકાયદેસર ખનન થવાનું ઠીકરું ફોડી પોતાની પ્રશંસા લૂંટવા પ્રયાસો કરી રહ્યા છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને થાનગઢ પંથકમાં ચાલતા ગેરકાયદેસર કોલસાની ખાણો આજથી આધારે બે વર્ષ પૂર્વે તે સમયના તત્કાલિન ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટ અને તેઓની ટીમ દ્વારા લગભગ બે હજાર ગેરકાયદેસર ખાણો બુરવાની કામગીરી કરી હોવાનો ખર્ચ આશરે દોઢેક કરોડ રૂપિયા ગણાવ્યા હતા આ દોઢ કરોડ રૂપિયા સરકારી ખર્ચમાં ગણાવી દીધા પરંતુ આ તમામ સરકારી ચોપડે બુરવામાં આવેલી ખાણો વર્તમાન સમયે કોલસાના ગેરકાયદેસર ખનનથી ધમધમી ઉઠી છે ત્યારે હાલમાં ભેટ ગામે પણ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા આશરે 25થી વધુ કોલસાની ખાણો બુરવા માટે સતત ચાર દિવસ સુધી કામગીરી હાથ ધરી પંદર હજાર રૂપિયાનો ખર્ચ દર્શાવ્યો છે ત્યારે આગાઉ ખાણ ખનિજ વિભાગે કરેલી કામગીરી અને હાલ પ્રાંત અધિકારી દ્વારા ખાણો બુરવાના ખર્ચમાં મળ્યો ફેરફાર નજરે પડતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તેવામાં બે વર્ષ પૂર્વે કહું ખનિજ વિભાગે પ્રતિ ખાણ બુરાવા માટે સરેરાસ 8000 રૂપિયાનો ખર્ચ જેની સામે હાલ 25થી વધુ ખાણો બુરવાના માત્ર પંદર હાજર રૂપિયા થતા બે વર્ષ પૂર્વે થયેલી ખાણ બુરવાની કામગીરીમાં પણ કૌભાંડ આચર્યું હોવાની શંકા સેવાઈ છે.



