નિયમોના ઉલાળિયો કરીને સરકારી શાળાઓમાં ગેરકાયદે ચાલતાં ટ્યુશન ક્લાસીસ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટના કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અને કોર કમિટિના સભ્યો દ્વારા રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારીને સરકારી શાળાની બિલ્ડીંગ અને પ્રીમાઈસીસનો ગેરકાયેદ ઉપયોગ કરીને ચાલતાં કોચિંગ ક્લાસ બંધ કરાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે.
આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શિક્ષણ વિભાગના નિયમોનો ઉલાળિયો કરીને રાજકોટની કેટલીક સરકારી શાળાઓમાં પૈસા રળવાના ઈરાદા સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી એકસ્ટ્રા ફી ઉઘરાવીને ટ્યુશન ક્લાસ ચલાવામાં આવી રહ્યા છે. જેમાં મોટેભાગે સરકારી શાળાના આચાર્ય જ આ બધી વ્યવસ્થા કરી આપે છે. તેમજ વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્કસ અને અન્ય લાલચો આપીને ટ્યુશન કલાસમાં જોડાવવાની ફરજ પાડે છે. ઘણીવાર પરીક્ષાના પેપર પણ વિદ્યાર્થીઓને અગાઉથી આપવામાં આવતા હોય છે. ત્યારે કોચિંગ ક્લાસના નામે સરકારી શાળાઓમાં પ્રવેશી ગયેલું દૂષણ તાત્કાલિક ધોરણે અટકાવવું જરૂરી છે. આમ કોચિંગ ક્લાસ ઓનર્સ એસો.ને શિક્ષણાધિકારીને તાત્કાલિક પગલાં લેવા અને કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.