ટીમ સ્ટેડિયમ આવતાની સાથેજ કોચ રાહુલ દ્રવિડે પીચ અંગેનો અભ્યાસ કર્યો હતો અને પીચ ક્યુરેટર સાથે પણ વાતચીત કરી હતી. આવતીકાલે જ્યારે મેચ શરૂ થશે ત્યારે ટોસ મહત્વની ભૂમિકા ભજવશે. સ્વાભાવીક રીતે જ રાજકોટની પીચ બેટિંગની હોવાને કારણે જે ટીમ ટોસ જીતશે તે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરશે. દરમિયાન ભારતીય ટીમના નવોદિત દેવેન્દ્ર પડીકલ તેમજ રજત પાટીદારે પણ આજે સખત નેક પ્રેક્ટિસ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટેસ્ટ મેચમાં કે એલ રાહુલ અને શ્રેયાન્સ ઐયર ઇજાને કારણે બહાર છે. ત્યારે દેવેન્દ્ર અને રજત પાટીદાર માટે ફરી એક વખત મોકો ઉપસ્થિત થયો છે. અન્ય ક્રિકેટરોની સાથે આજે શુબમન ગીલે પણ પ્રેક્ટિસ કરી હતી. ગીલે રાજકોટની વિકેટ ઉપર છેલ્લે ઝ20 મેચમાં માં સદી ફટકારી હતી. એક બાજુ ભારતીય ક્રિકેટ ટીમ પ્રેક્ટિસ કરી રહી છે ત્યારે તેમની જ બાજુમાં સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમ પણ પ્રેક્ટિસ કરી રહી છે. સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમના સુકાની જયદેવ ઉનડકટ એ પણ પત્રકાર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વની છે. બન્ને ટીમ શ્રેણીમાં એક એક ટેસ્ટ મેચ જીતી ચૂકી છે. ત્યારે આ મેચ રસપ્રદ બની રહેશે. સ્વાભાવિક રીતે ભારતીય ટીમ પણ શ્રેષ્ઠ ફોર્મમાં છે. અને આ મેદાન ઉપર મારી પણ ઘણી યાદો સચવાયેલી છે. તેમણે જણાવ્યું હતું કે મારી જિંદગીનો એક યાદગાર દિવસ આ મેદાન ઉપર ત્યારે જોવા મળ્યો જ્યારે સૌરાષ્ટ્રને પ્રથમ વખત રણજી ટ્રોફી ચેમ્પિયન બનાવ્યું હતું. એ ટીમનો હું સુકાની હતો. સ્ટેડિયમનું નામ નિરંજન સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. તે અંગે પણ તેમણે ખુશી વ્યક્ત કરી હતી. અને જણાવ્યું હતું કે તેમનું પ્રદાન ક્રિકેટમાં બહુ જ મોટું છે.
કોચ રાહુલ દ્રવિડે પીચ અંગે અભ્યાસ કર્યો, ટીમ ઇન્ડિયાએ પ્રેક્ટિસ કરી

TAGGED:
rahuldravid, Rajkot, teamindia, testmatch
Follow US
Find US on Social Medias


