-રાજયભરના કોર્પોરેશન અને નગરપાલિકાઓને 1512 કરોડની સહાય અર્પણનો કાર્યક્રમ યોજતી રાજય સરકાર
રાજકોટ મહાનગરને જુદા- જુદા વિકાસના કામો માટે આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે રૂા. 103 કરોડનો ચેક આપવામાં આવ્યો હતો જે મેયર સહિતના પદાધિકારીઓએ સ્વીકાર્યો હતો.
- Advertisement -
આજરોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સવારે 10 કલાકે રાજ્યની નગરપાલિકા, મહાનગરપાલિકાઓના શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. 1512 કરોડના ચેક અર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં રાજકોટથી મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, કમિશ્નર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં #ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સર્વાંગી #વિકાસ માટે કુલ ₹1512 કરોડની રકમના ચેકનું વિતરણ કર્યું હતું તેમજ પાંચ Sewer Suction Machines ને ફ્લેગ-ઓફ કરાવ્યા હતા. pic.twitter.com/j2rge4Qp30
— Gujarat Information (@InfoGujarat) July 21, 2023
- Advertisement -
આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાને રૂ.103 કરોડનો ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અર્પણ કરાયો હતો.વિકાસ કામો માટેનો આ ચેક પદાધિકારીઓએ સ્વીકાર્યો હતો. ચેક અર્પણ સમયે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા જોડાયેલ હતા.