રાજકોટમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી હાજરી
PM મોદીએ પ્રથમ ચૂંટણી રાજકોટથી લડ્યા હતા જ્યારે આજે રાજકોટની જનતાએ મુકેલો ભરોસો દેશની 140 કરોડ જનતાએ પણ મુક્યો છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- Advertisement -
સહાયક અનુદાન તરીકે ગ્રામ પંચાયતોના સરપંચોને રૂ.21 કરોડના ચેકનું પણ વિતરણ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિકસિત ગામ વિકસિત ગુજરાતના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ રોજ તારીખ 11 ઓક્ટોબરને શનિવારના રોજ રાજકોટના પ્રવાસે પહોંચ્યા છે. શહેરના કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરના યોગી સભાગૃહમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અંદાજિત રૂપિયા 194 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ તકે ગ્રામ પંચાયત ઓક્ટ્રોય નાબૂદી પેટે વધારાના સહાયક અનુદાન તરીકે ગ્રામ પંચાયતોના સરપંચોને રૂ. 21 કરોડના ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું. વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીનો આગ્રહ છે આપણે જે વાયબ્રન્ટ કરી રહ્યા છીએ તે છેવાડાના ગામ સુધી પહોંચવું જોઈએ. અગાઉ 66,000 નાના કારખાના હતા, જે આજે 27 લાખ સુધી પહોંચી ગયા છે. જેના કારણે દેશ દુનિયામાં ગુજરાત ગ્રોથ એન્જીન બન્યું છે. આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલ થકી સ્વદેશી અપનાવીએ તેવો સંકલ્પ વડાપ્રધાને આપ્યો છે. 541 કરોડ ગઈકાલે મંજૂર કર્યા અને આજે બધા સરપંચના ખાતામાં પહોંચી ગયા છે. એક ગ્રામ પંચાયતને 4 કરોડ રૂપિયા આપવાના છે. દરેક કામ ક્વોલિટી વાળા અને સારા કરીએ તેનું ધ્યાન રાખવાનું છે. વિકાસ યાત્રા હજુ સારી રીતે આગળ વધારવાની છે આમાં આપણે બધા સાથે મળીને વધારીશું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે પહોંચ્યા છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના યોગી સભાગૃહમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અંદાજિત રૂપિયા 194 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભુપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન દર 3 મહિને ખેડૂતોને જે હપ્તો આપે છે તેનો એક હપ્તો દિવાળી પહેલાનો આજે આપવામાં આવશે. PM મોદીએ સરકારમાં પ્રવેશ કર્યો તેને 24 વર્ષ પૂર્ણ કરી 25મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. રાજકોટનો આમાં સિંહ ફાળો છે, પ્રથમ ચૂંટણી નરેન્દ્ર મોદી રાજકોટથી લડ્યા હતા જ્યારે આજે રાજકોટની જનતાએ મુકેલો ભરોસો દેશની 140 કરોડ જનતાએ પણ મુક્યો છે. ગ્રામ પંચાયતમાં 761 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે. વધુ ભણેલા ગામના સરપંચ બન્યા છે અને 42 ટકા યુવાનો સરપંચ બન્યા છે જેનો ગૌરવ થાય છે. 10,000 રૂપિયા કામ માટે વખતો વખત વીતી જતા આજે કરોડો રૂપિયાના કામ તત્કાલ થઇ જાય છે. આ માનસિકતા બદલી છે ને આ વિકાસ પથ આગળ વધ્યાનું ઉદાહરણ છે.
રાજકોટ-અમદાવાદ હાઇવે પર મુખ્યમંત્રીએ અચાનક કાફલો અટકાવ્યો, રસ્તા પર ઉભેલા ખેડૂતોને મળવા પહોંચ્યા
વિકાસ સપ્તાહ અંતર્ગત 194 કરોડના વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કરવા માટે રાજકોટ આવ્યા છે ત્યારે હીરાસર એરપોર્ટ નજીક એક હ્રદયસ્પર્શી બનાવ સામે આવ્યો હતો. રાજકોટ અમદાવાદ હાઇવે પર મોટી ખેડૂતો ઉભા હતા. મુખ્યમંત્રીની નજર ખેડૂતોના પર પડતાં, તેમણે સુરક્ષા પ્રોટોકોલની પરવાહ કર્યા વિના પોતાનો કાફલો અટકાવવાનો આદેશ આપ્યો હતો. કાફલો અચાનક ઉભો રહેતા પોલીસ પણ દોડતી થઇ હતી. મુખ્યમંત્રી પટેલે પોતાના વાહનમાંથી નીચે ઉતરીને રસ્તા પર ઉભેલા ખેડૂતો અને લોકોનું હસીને અભિવાદન જીલ્યું હતું. તેમણે ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે ટૂંકી વાતચીત પણ કરી હતી. મુખ્યમંત્રીએ લોકો સાથે સંવાદ સાધીને તેમની લાગણીઓને માન આપ્યું હતું. લોકો પણ અચાનક મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈને આનંદ અને આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. મુખ્યમંત્રીએ લોકોનું અભિવાદન જીલી તેમની સાથે મુલાકાત કરી હતી.