રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 164 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
રાજ્યમાં ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પુરની સ્થિતિ પ્રવર્તી છે, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ રાજ્યમાં ચારેકોર ભારે વરસાદને પગલે રાજ્ય સરકારે એક મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરી છે. પૂરની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
- Advertisement -
CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, 156 પાલિકાને 17.10 કરોડની સહાય
રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટી જાહેરાત કરી છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાજ્યની 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરી છે. નગરોમાં વરસાદી પાણી ભરાતા સાફ-સફાઇ માટે આ સહાય જાહેર કરાઇ છે. આ સહાય દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ, ઘન કચરાના નિકાલ માટે વ્યવસ્થા કરાશે. આ સાથે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે.
રાજ્યમાં અતિભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની 156 નગરપાલિકાઓને સાફ-સફાઈ, દવાનો છંટકાવ, રોગચાળો અટકાવવા ઘન કચરાનો નિકાલ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે કુલ ₹17.10 કરોડની સહાયની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ જાહેરાત
— CMO Gujarat (@CMOGuj) July 14, 2022
- Advertisement -
કયા વર્ગની નગરપાલિકાને કેટલી સહાય ?
અ વર્ગની 22 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.20 લાખની સહાય
બ વર્ગની 30 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.15 લાખની સહાય
ક વર્ગની 60 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.10 લાખની સહાય
ડ વર્ગની 44 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.5 લાખની સહાય
છેલ્લા એક સપ્તાહથી સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ધુંઆધાર વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. તેમાંય વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે પુર જેવી પ્રવર્તી રહી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 164 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 15.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુબિરમાં 9.5 ઈંચ, પારડીમાં 11.44 ઈંચ, ધરમપુરમાં 13.6 ઈંચ, ખેરગામમાં 7.5 ઈંચ , ડભોઈમાં 7 ઈંચ, વાંસદામાં 7 ઈંચ , વાપીમાં 10.4 ઈંચ, નાંદોદમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ, વઘઈમાં 5.5 ઈંચ, કરજણમાં 5.5 ઈંચ, ઉમરગામમાં 8.56 ઈંચ, ડોલવણમાં 5 ઈંચ, ગીર ગઢડામાં 4.5 ઈંચ, સૂત્રાપાડામાં 4.5 ઈંચ, વલસાડમાં 5 ઈંચ, ડેડિયાપાડામાં 4.5 ઈંચ, વિસાવદરમાં 4 ઈંચ વરસાદ નોધાયો હતો.