ખાસ-ખબર સંવાદદાતા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્ર્વવિખ્યાત તરણેતર મેળાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે ગુજરાતમાં 1500થી વધુ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 400થી વધુ મેળાઓનું આયોજન થાય છે ત્યારે લોકજીવન અને ગ્રામ્ય સંસ્કૃતિમાં મેળાનું મહત્ત્વ સમજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકમેળા, સાંસ્કૃતિક મેળાઓ સહિતના મેળાઓને પ્રોત્સાહન આપવાની નીતિ અમલમાં મૂકી હતી. જેના કારણે યુવાનોને ગ્રામ્ય સ્તરે ખેલ પ્રતિભા દર્શાવવાની તક મળે છે.
રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણીએ જૂનાગઢ, માધવપુર જેવા અનેક મેળાઓની વાત કરતા આધુનિક સમયમાં મેળાઓ સમાજની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરવા માટે ખૂબ જ આવશ્યક છે. મુખ્યમંત્રીની તરણેતર મુલાકાત દરમિયાન વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.