પરવાડીયા હોસ્પિટલ સામે તૈયાર થતો વિશાળ સભા મંડપ : 50 હજાર લોકોનું રસોડુ : ડો.બોઘરા દ્વારા તૈયારીનો ધમધમાટ
ખાસ-ખબર સંવાદદાતા
જસદણ તાલુકાના આટકોટ ખાતે મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ સહિતનાની ઉપસ્થિતિમાં હોસ્પિટલના હૃદય રોગના વિભાગના લોકાર્પણ સમારોહ યોજવાનો છે તેની તડામાર તૈયારી ચાલી રહી છે. જસદણ તાલુકાના રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આટકોટ નજીક પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત કે ડી પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાના જણાવ્યા મુજબમાં હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગ તેમજ ઓપરેશન થિયેટર સહિતના વિભાગોનું લોકાર્પણ આવતીકાલ તારીખ 7-6-2023 ને બુધવારે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતના અગ્રણીઓની હસ્તે થશે.
- Advertisement -
આ માટે હોસ્પિટલની સામે જ વિશાળ સભા મંચનું કામ જોરદાર ચાલી રહ્યું છે. સભામંડપની બાજુમાં જ અંદાજે પચાસ હજાર માણસો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં આવનારા તમામ લોકો માટે બુંદી, ગાંઠીયા, શાક, રોટલી, કઢી, ખીચડી, છાશ, સલાડ સહિતના સંપૂર્ણ ભોજનની તૈયારી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું.