‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’ 45 દિવસ ચાલશે
ખાસ-ખબર ન્યૂઝ સાબરકાંઠા
- Advertisement -
સાબરકાંઠાના વડાલી નજીક આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે આજે (23 મે) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ’ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું ઉદ્ઘાટન કર્યું. ત્યાર બાદ તેમણે એડવેન્ચર સ્થળની મુલાકાત લીધી અને બોટરાઈડનો આનંદ માણ્યો. બોટરાઈડ પછી મુખ્યમંત્રી ટેન્ટસિટી ખાતે પહોંચ્યા, જ્યાં તેમણે ટેન્ટસિટીનું ઉદ્ઘાટન કર્યું અને સ્થળની મુલાકાત લીધી. આ ફેસ્ટ 45 દિવસ સુધી ચાલશે. ફેસ્ટમાં સાહસિક પ્રવૃત્તિઓના શોખીનો માટે આકાશ-પાણી-જમીન સુધીની 10થી વધુ એડવેન્ચર એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટમાં બુકિંગ અને વધુ વિગતો વેબસાઈટ પરથી મેળવી શકાશે.લગભગ 20 મિનિટ સુધી બોટરાઈડનો આનંદ માણ્યા બાદ મુખ્યમંત્રી ટેન્ટસિટી ખાતે પહોંચ્યા હતા.
જ્યાં તેઓએ ટેન્ટસિટીનું ઉદ્ઘાટન કર્યું અને સ્થળની મુલાકાત લીધી.એડવેન્ચર સ્થળની મુલાકાત અને બોટરાઈડનો આનંદ માણ્યા બાદ હવે મુખ્યમંત્રી ટેન્ટસિટી ખાતે પહોંચશે. અહીં તેઓ ટેન્ટસિટીનું ઉદ્ઘાટન કરશે અને સ્થળની મુલાકાત લેશે ’ધરોઈ – એડવેન્ચર ફેસ્ટ’ એ માત્ર એક ઉત્સવ નહીં, પણ કુદરતી વાતાવરણમાં સાહસ, સંસ્કૃતિ અને યાદગાર અનુભવનો અનોખો મેળો છે. આ વેકેશન દરમિયાન તમારા પરિવાર અને મિત્રો સાથે ધરોઈની મુલાકાત લઈને એક રોમાંચક અને યાદગાર અનુભવ માણવા માટે પ્રવાસનમંત્રીએ સર્વે પ્રવાસીઓને આમંત્રિત કર્યા છે.આ ઉપરાંત પ્રવાસીઓના ઉત્તમ રહેઠાણ માટે અતિઆધુનિક અઈ ટેન્ટ સિટી, જેમાં વિવિધ કેટેગરી, જેવી કે દરબારી ટેન્ટ, પ્રીમિયમ ટેન્ટ, ડિલક્સ ટેન્ટ સહિતના કુલ 21 ટેન્ટ અને અંદાજિત 100થી વધુ બેડની અઈ ડોર્મિટરી તેમજ જમવા માટે આધુનિક ડાઈનિંગ હોલની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ એડવેન્ચર ફેસ્ટમાં તાત્કાલિક આરોગ્ય સુવિધાઓ, સર્ટિફાઇડ રાઈડ, આગ સામે સુરક્ષાનાં પગલાં વગેરે વિવિધ સુરક્ષા સંબંધિત બાબતોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા પણ સુનિશ્ર્ચિત કરવામાં આવી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે આ ફેસ્ટમાં ધરોઇ આવતા પ્રવાસીઓને એક યાદગાર અનુભવ મળે એ માટે સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર, નેચર વોક અને ફોટોગ્રાફી ટૂર ઉપરાંત મનોરંજન માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પાણીમાં પાવર બોટ અને પેરાસેઇલિંગ જેવી એક્ટિવિટીઝ
- Advertisement -
’ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’ વિશે વિગતો આપતાં પ્રવાસનમંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે આ ફેસ્ટમાં વિવિધ આકર્ષણો, જેવાં કે પાણીમાં પાવર બોટ અને પેરાસેઇલિંગ જેવી એક્ટિવિટીઝ જોવા મળશે. તેવી જ રીતે હવાઈ પ્રવૃત્તિમાં પેરામોટરિંગ તેમજ જમીન પર રોક ક્લાઈમિંગ અને બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઈકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઈકિંગ, સાઈક્લિંગ, કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.