સરદાર ધામ દ્વારા 7 થી 10 જાન્યુઆરી રાજકોટમાં યોજાશે આંતરરાષ્ટ્રીય કક્ષાનો બિઝનેસ એક્સ્પો
કેન્દ્રીય મંત્રીઓ, રાજકીય આગેવાનો, સમાજના અગ્રણીઓની સાથે ઉદ્યોગપતિઓની ખાસ ઉપસ્થિતિ
40થી વધુ દેશના બિઝનેસમેન સહિત સ્થાનિક 10 લાખ લોકો એક્સ્પોની મુલાકાત લેવાનો અંદાજ
કૃષિ, ઓટો મોબાઈલ, સિરામિક બાંધકામ સંલગ્ન નવી ટેકનોલોજી, નવી પ્રોડક્ટ્સ નિદર્શન
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના સાહસિક શહેર તરીકે જેની ગણના થાય છે તેવા ઔદ્યોગિક નગર રાજકોટના આંગણે આગામી તા.7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી ’ગ્લોબલ બિઝનેસ સમિટ’ દ્વારા સૌથી મોટા એક્સપોનું ભવયાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ એક્ઝિબિશનને આગામી તા.7 જાન્યુઆરીના સવારે 10 કલાકે ખુલ્લું મૂકવામાં આવશે.
આ શુભ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ સર્વે શ્રી મનસુખભાઇ માંડવીયા, પુરુષોત્તમ રૂપાલા, દર્શના જરદોષ, કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરિયા, પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલશ્રી વજુભાઈ વાળા, અગ્રણી શ્રી ગોવિંદભાઈ ધોળકિયા ઉપરાંત મંત્રીશ્રીઓ, ધારાસભ્ય શ્રીઓ, સમાજના આગેવાનો, ઉધોગપતિઓ ઉપસ્થિત રહેશે.
સરદારધામ આયોજીત ગ્લોબલ બિઝનેસ સમિટ – જી.પી.બી.એસ. – દેશ કા એક્સ્પોનુ રાજકોટ નવા 150 ફુટ રીંગ રોડ પર પરસાણા ચોકમાં 25 એકરમાં આ સમિટનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમા કૃષિ, વાણિજ્ય, રિઅલ એસ્ટેટ, જ્વેલરી, ઈમપોટ- ઍકસપોટ, સિરામિક સહિતના ક્ષેત્રો દ્વારા 1100 જેટલા સ્ટોલ અને દરરોજ અલગ અલગ મોટીવેશનલ સ્પીકરના સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ બિઝનેસ સમિટનું વિશ્ર્વભરના દેશોમાં પ્રચાર-પ્રસાર કર્યા બાદ ટોપ 40 જેટલા દેશોમાંથી સરકારી અધિકારીઓ બિઝનેસમેન ડેલીગેશન તેમજ ભારતના વિવિધ રાજ્ય અને સૌરાષ્ટ્રભરના 10 લાખ જેટલા લોકો આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્લોબલ બિઝનેસ સમિટ- જી.પી.બી.એસ. – દેશ કા એક્સ્પોની મુલાકાત લેશે અને ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ઈતિહાસ લખાશે.
એક્સ્પોની અન્ય વિશેષતાની વાત કરીએ તો અહી ભવ્ય એન્ટ્રી ગેઇટ સાથે સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત આ એક્સ્પોમાં કૃષિ, ઓટો મોબાઈલ, સિરામિક બાંધકામ સંલગ્ન નવી ટેકનોલોજી, નવી પ્રોડક્ટ્સ પ્રથમવાર નિદર્શન થવા જઈ રહી છે. વધુમાં પ્રધાનમંત્રી શ્રીના સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનને વેગ આપતા 50 જેટલા સ્ટાર્ટઅપસ પણ અહી તેમના પ્રોજેક્ટ્સનું નિદર્શન કરશે.
આ બિઝનેસ સમિટ દરમિયાન ‘ઉદ્યોગ રત્ન એવોર્ડ’ સમારોહ પણ યોજવામાં આવશે. જેમાં ઉદ્યોગ રત્નોના શીર્ષક હેઠળ બુકનું વિમોચન કરવામાં આવશે અને અલગ અલગ ત્રણ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે.
સર્વ સમાજના ઉદ્યોગપતિઓ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન થકી આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવાના ભાગરૂપે ગ્લોબલ બિઝનેસ સમિટ – જી.પી.બી.એસ. – દેશ કા એકસ્પો – 2024 રાજકોટ ખાતે યોજાઈ રહ્યો છે. જેમા ખોડલધામ, ઉમિયા માતાજી સંસ્થાન, ઉમિયાધામ, સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન, અન્નપૂર્ણાધામ સહીત વિવિધ સામાજિક, ઔદ્યોગિક સંસ્થાઓની શુભેચ્છા પ્રાપ્ત થઈ છે.
આ બિઝનેસ સમિટ થકી સમાજના નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગો વચ્ચે આંતરિક તથા વૈશ્ર્વિક જોડાણ અને યુવાનોને રોજગાર માટેની તક આપવાનો ઉદ્દેશ સેવવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં આ સ્કેલનો આંતરરાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ એક્સ્પોનું આયોજન સૌપ્રથમ વખત થઈ રહ્યું છે. ગ્લોબલ બિઝનેસ સમિટ – જી.પી.બી.એસ. – દેશ કા એકસ્પો યુવા ઉદ્યોગકાર અને સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનો માટે અનેક તકો લઈને આવ્યું છે. ત્યારે સૌ કોઈએ જી.પી.બી.એસ. 2024 દેશ કા એકસ્પો મુલાકાત અચૂક લેવા સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયા, જી.પી.બી.એસ. પ્રમુખ હંસરાજભાઇ ગજેરા, સરદારધામના માનદ્દમંત્રી શ્રી બી. કે. પટેલ, સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખશ્રી પરેશભાઈ ગજેરા, જી.પી.બી.એસ. સલાહકારશ્રી મોલેશભાઈ ઉકાણી, જી.પી.બી.એસ. ક્ધવીનર શ્રી નિલેશભાઈ જેતપરીયા, જી.પી.બી.એસ. સહ ક્ધવીનર શ્રી નરેન્દ્રભાઈ સંઘાત, એકસ્પોના ઇવેન્ટ પાર્ટનર જીતેન્દ્રભાઈ કથીરિયા સહીત સમગ્ર આયોજક ટીમે અનુરોધ કર્યો છે. આ એક્સ્પોના પ્રચાર-પ્રસાર અર્થે મીડિયા કો-ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપી રહ્યા છે.